For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ પેન્શન સ્કીમ : સ્કીમ હેઠળ રોકાણના વિકલ્પો કયા છે?

|
Google Oneindia Gujarati News

નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ - NPS)નો વહીવટ અને સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) દ્વારા કરવામાં આવે છે.

એનપીએસ સ્કીમ હેઠળ વ્યક્તિને તેમની વય, જોખમ લેવાની ક્ષમતા જેવા પરિબળોને આધારે રોકાણ ક્યાં કરવું તે અંગે પસંદગીની તક મળે છે. જો કોઇ કિસ્સામાં સબસ્ક્રાઇબરને તેની કોઇ પસંદ ના હોય તો તે ઓટો ચોઇસ ઓપ્શન સિલેક્ટ કરી શકે છે. જેમાં સબસ્ક્રાઇબરની ઉંમરના પ્રમાણે વિવિધ પ્રકારના રોકાણોમાં નાણા રોકવામાં આવે છે.

retirement-3

આ માટે એનપીએસ બે વિકલ્પો ઉપલબ્ધ કરાવે છે.
1 - એક્ટિવ ચોઇસ - ઇન્ડિવિજ્યુઅલ ફંડ્સ (એસેટ ક્લાસ ઇ, એસેટ ક્લાસ સી અને એસેટ ક્લાસ જી)
આ સ્કીમ હેઠળ રોકાણકાર નીચેનામાંથી કોઇ પણ એક વિકલ્પ પસંદ કરીને પોતાના નાણાનું રોકાણ તેમાં કરી શકે છે.

એસેટ ક્લાસ ઇ : ઇક્વિટી માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ
એસેટ ક્લાસ સી : સરકારી સિક્યુરિટી સિવાયના અન્ય ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ
એસેટ ક્લાસ જી : સરકારી સિક્યુરિટીમાં રોકાણ

સબસ્ક્રાઇબર પોતાની તમામ પેન્શન વેલ્થને એસેટ ક્લાસ સી કે જીમાં રોકી શકે છે. જ્યારે એસેટ ક્લાસ ઇમાં માત્ર 50 ટકા સુધીનું રોકાણ કરી શકે છે. આ ઉપરાંત તે આ ત્રણ વિકલ્પોમાં પણ તેની અનુકૂળતા મુજબ રોકાણ કરી શકે છે.

2- ઓટો ચોઇસ - લાઇફ સાયકલ ફંડ
જે લોકોને એનપીએસમાં રોકાણ કરવા અંગે કોઇ માહિતી ના હોય તે લોકો ઓટો ચોઇસ ઓપ્શન પસંદ કરીને રોકાણ કરી શકે છે. તેમાં આપના નાણા ત્રણે પ્રકારના એસેટ ક્લાસમાં રોકવામાં આવશે.

English summary
National Pension System: What are the Investment Options Under the Scheme?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X