For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લિપકાર્ટના 'બિગ બિલિયન ડે' સેલની કોઇ તપાસ થશે નહીં : નિર્મલા સીતારમણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ઓક્ટોબર : આજે મંગળવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન નિર્મલા સિતારમને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટની 'બિગ બિલિયન ડે' સેલ ઓફર્સ સામે નોંધાયેલી ફરિયાદોના સંદર્ભમાં પગલાં લેવાની શક્યતાને નકારી દીધી છે.

મહત્વનું છે કે ફ્લિકાર્પે બિગ બિલિયન સેલ નામે ખોટી રીતે વસ્તુઓનું વેચાણ કર્યું હોઈ તેની સામે અસંખ્ય ફરિયાદો થઈ હતી. પત્રકારો સાથે વાત કરતા સીતરમણે જણાવ્યું કે બિગ બિલિયન ડે પ્રસંગે ગ્રાહકોની આવેલી ફરિયાદોને આધારે અમે ઇ -રિટેલર સામે સામે કોઈ જ તપાસ કરવાનું આયોજન કરી રહ્યા નથી.

flipkart-2

આ પૂર્વે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન નિર્મલા સિતારમને કહ્યું હતું, કે તેઓ ફ્લિપકાર્ટ સામે થયેલી ફરિયાદો અને તેમણે કરેલા વેપાર અંગે તપાસ કરાવશે.

6 ઓક્ટોબર, 2014ના રોજ ફ્લિકાર્પે બિગ બિલિયન ડે સેલ રાખ્યો હતો. આ પ્રસંગે ફ્લિપકાર્ટે અનેક છબરડાં કર્યા હતા. ફ્લિપકાર્ટે કંપનીઓ સાથે જોડાણ કર્યા વિના જ વસ્તુઓને સેલમાં મૂકી દીધી હતી. જેથી ઘણી કંપનીઓએ નારાજગી દર્શાવી હતી. આ સાથે જ સામાન્ય દિવસોમાં જે કિંમતે ફોન વેચવામાં આવતા હતા તે જ કિંમતે સેલના નામે એસુઝ, એમઆઈ, મોટોરોલાના જેવા ફોન વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે મારા અગાઉના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે.

English summary
No probe into 'big billion day' sale by Flipkart: Nirmala Sitharaman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X