For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓનલાઇન રિટેલર એમેઝોન ખરીદશે જબોંગ; ફ્લિપકાર્ટને આપશે મિન્ત્રા ખરીદીનો જવાબ

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 10 ઓક્ટોબર : અમેરિકાની અગ્રણી ઓનલાઇન રિટેલર એમેઝોન ફેશન પ્રોડક્ટ્સના વેચાણમાં પોતાની હાજરી વધારવા માંગે છે. આ કારણે એમેઝોને જબોંગને ખરીદવા માટે વાતચીત શરૂ કરી છે.

એમેઝોને આ માટે અનેક ફેશન પોર્ટ્લ્સ પર નજર દોડાવી છે. જે ફેશન પોર્ટલ ખરીદવામાં તેને રસ છે તેમાં જબોંગ સામેલ છે. મહત્વની બાબત એ છે કે જબોંગને ખરીદવા માટે અન્ય રિટેલર્સ પણ ઉત્સુક છે. આ સ્થિતિને પગલે એમેઝોન અને જબોંગનો સોદો તાત્કાલિક થશે તેવી સંભાવનાઓ પણ નકારી કાઢવામાં આવી છે.

જબોંગનું ઇનક્યુબેશન કરનાર રોકેટ ઇન્ટરનેટે જબોંગનું મૂલ્ય 388 મિલિયન યુરો (અંદાજે રૂપિયા 3,000 કરોડ અથવા 50 કરોડ ડોલર) આંક્યું હતું. પરંતુ આ વાતચીતની સીધી માહિતી ધરાવતી એક વ્યક્તિએ કહ્યું કે જબોંગે તેનું મૂલ્ય 70 કરોડ ડોલર મૂલવ્યું છે.

online-retailers-1

આ અંગેના અહેવાલ દેશના અગ્રણી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સે આપ્યા છે. જો કે ઇકોનોમિક ટાઇમ્સને આ સોદાની સંભાવના અંગે એમેઝોને કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો જ્યારે જબોંગે ઇ-મેઇલનો પ્રતિભાવ આપ્યો ન હતો.

એમેઝોન સાથે કામ કરતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે 'મિન્ત્રાને ફ્લિપકાર્ટે ખરીદ્યા બાદ જબોંગ એક આદર્શ વિકલ્પ છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ભારતમાં બે અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે તેમાંથી એક મોટો હિસ્સો આ એક્વિઝિશનમાં વપરાશે.'

જબોંગના અગ્રણી રોકાણકારોમાં જર્મનીની રોકેટ ઇન્ટરનેટ અને સ્વિડિશ ઇન્વેસ્ટમેન્ટ કંપની કિનેવિક સામેલ છે. તે ફ્લિપકાર્ટ અને મિન્ત્રાને જોરદાર હરીફાઈ પૂરી પાડી રહી છે. ફ્લિપકાર્ટે મે મહિનામાં મિન્ત્રાને 37 કરોડ ડોલર (રૂપિયા 2,200 કરોડથી વધુ)માં ખરીદી હતી. ઉદ્યોગના અંદાજ પ્રમાણે ઓનલાઇન ફેશન ઉદ્યોગમાં સંયુક્ત રીતે કંપની 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે જ્યારે જબોંગ લગભગ 35 ટકા હિસ્સો ધરાવે છે.

અન્ય અગ્રણી ફેનશ પોર્ટલમાં ફેશનઆરા અને લાઇમરોડ સામેલ છે. જો કે આ પોર્ટલ્સે પણ એમેઝોન સાથે વાતચીત શરૂ કરી છે કે નહીં તે જાણી શકાયું નથી.

હિલચાલથી વાકેફ એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે આ સોદો કરવો જટિલ હશે. થોડા સમય અગાઉ તે સરળ હતું પરંતુ હવે મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે સપ્ટેમ્બરમાં રોકેટ ઇન્ટરનેટ અને કિનેવિકે તેની પાંચ આંતરરાષ્ટ્રીય ફેશન ઇકોમર્સ કંપનીઓને મર્જ કરીને એક વૈશ્વિક કંપની બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં જબોંગ પણ સામેલ હતી.

રોકેટ ઇન્ટરનેટના આઇપીઓ ફાઇલિંગ પ્રમાણે આ પુનર્ગઠન ડિસેમ્બરમાં લાગુ થશે. જબોંગે ગયા નાણાકીય વર્ષમાં રૂપિયા 438.5 કરોડની આવક નોંધાવી હતી જ્યારે તેની ચોખ્ખી ખોટ રૂપિયા 293 કરોડ રહી હતી.

English summary
Online retailer Amazon in talks to acquire Jabong; to counter Flipkart's Myntra buy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X