For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OPEC તેલ ઉત્પાદન નહીં ઘટાડે

|
Google Oneindia Gujarati News

વિએના, 28 નવેમ્બર : તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે કાચા તેલના પ્રોડક્શનમાં કોઇ ઘટાડો નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ સમાચાર બાદ કાચા તેલમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓપેકના પ્રમાણે ક્રુડ પ્રોડક્શન પ્રતિ દિવસ 3 કરોડ બેરલ જ રહેશે.

વિએનામાં 12 તેલ ઉત્પાદક દેશોના સંગઠનની બેઠકમાં સઉદી અરબ પ્રોડક્શન ઘટાડવાના પક્ષમાં નહોતું, જેના પગલે માનવામાં આવી રહ્યું હતું કે બાકી દેશ મળીને પ્રોડક્શન ઘટાડવા માટે દબાણ બનાવશે. પરંતુ છેલ્લે પ્રોડક્શન ન ઘટાડવાનો નિર્ણય લેવાયો. ઓપેકની આવતી બેઠક આવતા વર્ષ જૂનમાં થશે.

investment-6

ઓપેકના મુજબ બ્રેન્ટ અને નાયમેક્સ ક્રુડ 4 વર્ષના નિચલા સ્તર પર છે. ઓપેકે ઉત્પાદન નહીં ઘટાડવા પર નિર્ણય લીધો છે. ઓપેકનું પ્રોડક્શન 3 કરોડ બેરલ/દિવસ જ રહેશે અને વિએનામાં થઈ 12 તેલ ઉત્પાદક દેશોની બેઠક થઈ છે. સઉદી અરબ પહેલા જ પ્રોડક્શન ઘટાડવાના પક્ષમાં નહોતું. ઓપેકની હવે પછીને બેઠક આવતા વર્ષ જૂનમાં થશે.

ઓપેક દ્રારા ક્રુડ પ્રોડક્શનમાં કોઇ ફેરફાર નહીં કરવા બાદ ઑયલ એન્ડ ગેસ એક્સપર્ટ નરેન્દ્ર તનેજાનું માનવું છે કે ક્રુડ 60 ડૉલર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે. કિંમત 60 ડૉલરપ્રતિ બેરલ પહોંચવાની શક્યતા છે. ભારત પાસે રેફાઈનરી સેક્ટર સુધારવાની સારી તક છે.

રીયલ ઈકોનોમિક્સ.કોમના પી કે બસુનું કહેવું છે કે ઓપેકની બેઠકમાં કાચા તેલના ઉત્પાદનમાં કાપ નહિ મૂકવાનો નિર્ણય લેવાયો છે. બ્રેન્ટ ક્રુડ 67 ડોલર સુધી પહોંચી શકે છે, ચીનની ઈકોનોમી નબળી પડતા માંગ વધી છે. તેલ ઉત્પાદક માટે સારી સ્થિતિ નથી, ઓપેકમાં પરસ્પર સમજૂતીનો અભાવ પડ્યો છે. ઓઈલ ઈમ્પોર્ટ બિલ ઘટશે પરિણામે રોકાણમાં રિકવરી આવશે.

English summary
OPEC will not reduce crude oil production.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X