For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PFની ઓનલાઇન સેવાનો આજથી પ્રારંભ

|
Google Oneindia Gujarati News

epfo-logo
નવી દિલ્હી, 4 જુલાઇ : વ્યક્તિની કર્મચારી ભવિષ્‍યનીધિ ફંડ (ઇપીએફ) એટલે કે પર્સનલ પ્રોવિડંટ ફંડની ઓનલાઇન સેવા આજથી શરૂ કરવામાં આવી છે. આ ઓનલાઇન સેવામાં વ્યક્તિ પોતાના ખાતામાં રહેલી જમા રકમનાં ઓનલાઇન ઉપાડ અને જમા કરાવવાની કામગીરી સરળતાથી કરી શકશે.

આજથી નાના પાયે આ ઓનલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી સેવાનું ઉદઘાટન કેન્‍દ્રીય શ્રમ પ્રધાન શિશરામ ઓલાના હસ્તે કરવામાં આવ્યું હતું. કર્મચારી ભવિષ્‍યનીધિ સંગઠન ઇપીએફઓનાં સુત્રોનાં જણાવ્‍યા મુજબ ઓનલાઇન આ યોજનાનો આવનારા 20 દિવસ દરમિયાન સંપૂર્ણ રીતે વિકાસ કરવામાં આવશે.

આગામી 20 દિવસોમાં ઓનલાઇન સુવિધા સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવશે. પરંતુ પ્રાથમિક તબક્કે આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે. ઓનલાઇન પ્રક્રિયાનાં કારણે પીએફનાં ખાતા ધારકોને ધરેબેઠા તેમનાં ખાતામાંથી એન્‍ટ્રીનું જમા ઉધાર કરવાની સગવડ મળી છે. એટલું જ નહીં ઓનલાઇન સેવા શરૂ કરવાનાં કારણે ખાતાધારક સરળતાપૂર્વક તેમનાં ખાતાનું સ્‍ટેટસ પણ જાણી શકશે.

ઉલ્લેખનીય છે કે ઇપીએફઓએ પહેલા આ સેવા પહેલી જુલાઇએ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઇપીએફઓનાં અનુમાન મુજબ ચાલુ વર્ષે અંદાજે એક કરોડ વીસ લાખ પીએફની એન્‍ટ્રીઓ સંબંધી ઉપયોગ થવાની સંભાવના છે.

English summary
PF online service has been launched today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X