For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 જાન્યુઆરીથી નાણાંકીય વર્ષ શરૂ કરવા, પીએમ Modiએ રાખ્યો પ્રસ્તાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ આયોગ સાથેની બેઠકમાં પ્રસ્તાવ મૂક્યા છે કે 1 એપ્રિલના બદલે 1 જાન્યુઆરીથી શરૂ થાય નાણાંકીય વર્ષ.

|
Google Oneindia Gujarati News

રવિવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો. જે મુજબ નાણાંકિય વર્ષ એપ્રિલથી માર્ચ કરવાના બદલે જાન્યુઆરીથી ડિસેમ્બર કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. પીએમ આ અંગે રાજ્યોથી શરૂઆત કરવાનું પણ સૂચન રજૂ કર્યું હતું. પીએમ મોદીએ બેઠકમાં જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર આ મામલે ગંભીરતાથી વિચાર કરે કારણ કે જૂની પ્રણાલી મુજબ વિકાસની ગતિ વધારવામાં સમસ્યા આવી રહી છે. વધુમાં તેમણે મૂડીખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અંગે પણ ભાર મૂક્યો હતો.

modi

વળી તેમણે રાજ્ય સ્તરે જીએસટી જલ્દી જ લાગુ કરવા અંગે પણ આ બેઠકમાં જણાવ્યું હતું.
આ બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભારત લાંબા સમયથી આર્થિક અને રાજકીય અવ્યવસ્થાનો ભોગ બની રહ્યું છે. જેના કારણે અનેક યોજનાઓના જોઇએ તેવા પરિણામ નથી મળી શક્યા. અને કેટલીક નિષ્ફળ પણ ગઇ છે. વળી તેમણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્રની ચૂંટણી સાથે યોજવા પર પણ એક પોઝિટીવ ચર્ચા શરૂ થઇ ગઇ છે. જે એક સારી વાત છે.

Read also: ખુશખબરી! બ્રિટન અને જર્મનીને પછાડી ભારત વધ્યું આગળRead also: ખુશખબરી! બ્રિટન અને જર્મનીને પછાડી ભારત વધ્યું આગળ

નોંધનીય છે કે નાણાંકિય વર્ષમાં ફેરફાર અંગે શંકર આચાર્યની પેનલે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપતા જણાવ્યું હતું કે દુનિયાભરમાં અનેક જગ્યાએ કેલેન્ડર વર્ષને જ નાણાંકિય વર્ષ ગણવામાં આવે છે. જ્યારે ભારતમાં હજી જૂની પરંપરા મુજબ એપ્રિલથી માર્ચને નાણાંકિય વર્ષ માનવામાં આવે છે. જે માટે ફેરફાર કરવાનું સૂચન રિપોર્ટમાં કરવામાં આવ્યું હતું. જે અંગે બેઠકમાં પણ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. ત્યારે આવનારા સમયમાં બજેટને એક મહિનો આગળ લાવ્યા પછી મોદી સરકાર નાણાંકીય વર્ષમાં પણ ફેરફાર લાવી શકે છે.

English summary
PM bats for simultaneous elections, changing fiscal to Jan-Dec.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X