For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિયમોના સગવડીયા અર્થઘટન કરી ગ્રાહકોને લૂંટતી ખાનગી બેંકો

|
Google Oneindia Gujarati News

credit-card
અમદાવાદ, 28 નવેમ્બર : બાકીનાણાંની સમયસર ચૂકવણી કરવા છતાં નિયમોનું ખોટી રીતે અર્થઘટન કરી ક્રેડીટ કાર્ડ હોલ્ડર પાસેથી મોટી રકમ વસૂલતી, ખાનગી ક્ષેત્રની અકે અગ્રણી બેંકને, જે દિવસથી રકમ વસૂલ કરાઈ હતી તે દિવસથી વ્યાજ સાથે ગ્રાહકને પૂરે પૂરી રકમ પરત આપવા અમદાવાદના ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો (એડીશનલ) આદેશ આપ્યો. આ કેસ ગ્રાહક શિક્ષણ અને સંશોધન સંસ્થા (સીઈઆરએસ) દ્વારા શહેરના નાગરિક દીપક શેઠ વતી 8 સપ્ટેમ્બર, 2009ના રોજ ફાઈલ કરવામાં આવ્યો હતો. ફોરમે તેનો ચૂકાદો 22 ઑક્ટોબર, 2012ના દિવસે આપ્યો છે.

એચડીએફસીની બોડકદેવ શાખાએ દીપકને વર્ષ 2005માં ક્રેડિટ કાર્ડ આપ્યું કર્યું હતું. તે પછી તેમણે ડિસેમ્બર, 2005માં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 3786ની ખરીદી કરી હતી. ક્રેડીટ કાર્ડની રકમના બિલની ચૂકવણી 27 જાન્યુઆરી, 2006 સુધીમાં કરવાની થતી હતી અને તેમણે યુકો બેંક અમદાવાદ શાખાનો ચેક 24 જાન્યુઆરી, 2006ના રોજ જમા કરાવ્યો હતો. આ ચેકની રકમ 31 જાન્યુઆરી 2006ના રોજ ચેક પાકતાં રકમ ચૂકવાઈ હતી. જે બાબતે એચડીએફસી બેંકે રૂ. 275ની લેટ ફી વસૂલ કરી હતી.

આ ફી પાછળથી રીફંડ કરવામાં આવી હતી. આમ છતાં બેંકે આઉટ સ્ટેશન કલેકશન ફી તરીકે રૂા. 110 અને ફાયન્ન્સ ચાર્જ તરીકે રૂા. 89 ચાર્જ કર્યા હતા, જે બેંકને વારંવાર વિનંતિ કર્યા છતાં પરત કરવામાં આવ્યા ન હતા. બેંકે કાર્ડ હોલ્ડરના સેવીંગ બેંક એકાઉન્ટમાંથી તેની રૂા. 119 બાકી રકમ સામે રૂા. 8043 વસૂલ કર્યા હતા. ગેરકાયદે વસૂલ કરેલી રકમ અંગે શેઠે વારંવાર વિનંતિ કરવા છતાં વસૂલ કરાયેલી આ રકમ પરત કરવામાં આવી ન હતી.

દીપકે એચડીએફસી બેંકની ગેરકાયદે રીતરસમ અંગે સીઈઆરએસનો સંપર્ક સાધ્યો અને વ્યાજસહિત રકમ પરત અપાવવા અંગે ગ્રાહક ફોરમમાં અરજ કરવામાં આવી. ફોરમે ખાનગી ક્ષેત્રની બેંકને રૂા. 8050 અને જે દિવસથી રકમ વસૂલ કરાઈ હતી તે દિવસથી 9 ટકા દરે વ્યાજ સાથે એટલેકે 3 જૂન 2008થી રકમ પરત કરવા હુકમ કર્યો છે. આ ઉપરાંત ફરીયાદીનેતેણે વેઠેલી માનસિક વ્યથા પેટે રૂા. 1500નું વળતર તથા કાનૂની ખર્ચ પેટે રૂા. 1500 આપવા હુકમ કર્યો છે.

English summary
Private banks plundering customers by missmeaning rules.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X