For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાલી બે દિવસમાં આ માણસે કમાયા 4300 કરોડ રૂપિયા, આ રીતે

જો તમને બે દિવસની અંદર 4300 રૂપિયા કમાવવા મળે તો તમને કેવું લાગશે. ચોક્કસથી તમારા પગ જમીન પર નહી રહે અને આવું જ કંઇક ખરેખરમાં થયું છે રાધાકિશન દમાની સાથે.

|
Google Oneindia Gujarati News

જો બે દિવસની અંદર તમને 4300 કરોડ રૂપિયા કમાવવા મળે તો તમને કેવું લાગે? આવું જ કંઇક ખરેખરમાં થયું છે, રાધાકિશન દમાની સાથે. અને તે સાથે જ તે ભારતના સૌથી વધુ પૈસાદાર લોકોની લિસ્ટમાં સામેલ થઇ ગયા છે. તેમની કંપની એવન્યૂ સુપરમાકેટે કંઇક તેવું કર્યું છે કે જેની ઇચ્છા દરેક કરે છે. રાધાકિશન દમાનીની કંપનીએ શેયર ઇશ્યૂ પ્રાઇઝ 299 રૂપિયા છે. પણ બજારના બે સત્રમાં કંપનીના સ્ટોકની કિંમતમાં 13 ટકાનો વધારો થયો છે. આમ થતા જ રાધાકિશન દમાની અને તેમની કંપની શુક્રવાર સુધીમાં 4300 કરોડ રૂપિયા કમાઇ ચૂકી છે. બુધવારે જ્યારે બજાર બંધ થયું તો કંપનીના એક શેયરની કિંમત હતી 631.60 રૂપિયા. શુક્રવારે કંપનીના શેયરની કિંમત 714 રૂપિયાના સ્તરે પહોંચી ગઇ હતી.

radhakishan

સંપત્તિ
બુધવારે બીએસઇ સેંસેક્સ 29,974 અંકો પર બંધ થયો. અને શુક્રવારે જ્યાં બીએસઇ સેંસેક્સમાં 0.3 ટકા પડ્યો હતો જે પછી 12:30 વાગ્યા સુધી સેંસેક્સ 29,865 સ્તર પર પહોંચ્યો. એવન્યુ સુપરમાર્ટમાં રાધાકિશન દમાની અને તેમની પત્ની અને ભાઇ ગોપાલકિશન શિવકિશન દમાની પાસે 82.2 ટકા શેયર છે. બે દિવસમાં જ આ પરિવારની આ સંપત્તિ વધીને કુલ 4,273 કરોડ થઇ ગઇ છે.

Read also: પાનકાર્ડ અને આધારકાર્ડને જોડવામાં આ મુશ્કેલીનો આવશે!Read also: પાનકાર્ડ અને આધારકાર્ડને જોડવામાં આ મુશ્કેલીનો આવશે!

500 પૈસાદાર વ્યક્તિ
બ્લૂમબર્ગ અરબપતિ ઇંડેક્સમાં રાધાકિશન દમાનીને 20માં સૌથી પૈસાદાર વ્યક્તિ કહેવામાં આવ્યા છે. સાથે જ તેમને દુનિયાના સૌથી પૈસાદાર 500 લોકોના લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. એવન્યૂ સુપરમાર્કેટની સ્થાપના વર્ષ 2002માં થઇ હતી. સુપરમાર્કેટ રિટેલર ચેઇન દ્વારા ડી માર્ટ નામથી તેમની રિટેલ ચેઇન ચલાવવામાં આવી રહી છે. આ કંપની સમગ્ર દેશમાં નવ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોતાના સ્ટોર ધરાવે છે. કંપનીના પ્રોફાઇલ મુજબ હાલ સમગ્ર દેશમાં કંપનીના 118 સ્ટોર છે.

English summary
This billionaire radhakishan damani made Rs 4,300 crore from only one stock in just two days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X