For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રભુના રેલવે બજેટથી યુવાનો ખુશ ખુશ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: ગુરુવારે સંસદમાં એનડીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા રેલવે બજેટથી કોઇ ખુશ હોય કે ના હોય પરંતુ દેશના યુવાનો સૌથી વધારે ખુશખુશાલ છે, કારણ કે આજના રેલવે બજેટમાં તેમના માટે એવું ઘણું બધું છે જે તેમને કામ આવી શકે છે. આજનો યુવાન પોતાનો મોટાભાગનો સમય મોબાઇલ અને કમ્પ્યુટર પર વિતાવે છે એવામાં સરકાર તરફથી ઇ-ટિકિટિંગ, ઇ-કેટરિંગ અને એસએમએસ સર્વિસની વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો પણ તે જ ઉઠાવશે. એટલા માટે યુવાનોએ આ બજેટને પાસ કરી દીધું છે.

rail budget
અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના રિસર્ચ સ્લોલર અંશુમાન ગુપ્તાએ વનઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હું તો આ બજેટને ફુલ માર્ક્સ આપું છું, ખરેખર તેમાં ટેકનોલોજીની વાત કરવામાં આવી છે જે નવા વિચારનો પર્યાય છે.

અંશુમનની જેમ જ વિચાર લખનઉ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિની આંચલ શર્માના પણ છે. આંચલે જણાવ્યું કે ટેકનોલોજીના કારણે વસ્તુઓ સરળ અને બની જાય છે, ચલો ભારતીય રેલવેમાં તો નવો વિચાર દેખાયો, ખરેખર આ સારું બજેટ છે.

આપને જણાવી દઇએ કે રેલવે મંત્રી સુરેશ પ્રભુ ગુરુવારે લોકસભામાં રેલવે બજેટને રજૂ કરતા જણાવ્યું કે યાત્રી ભાડામાં કોઇપણ પ્રકારનો વધારો નથી કરાયો. સાથે સાથે આજે કોઇપણ નવી ગાડીઓની જાહેરાત પણ નથી કરાઇ.

English summary
E-catering service to be introduced on 108 trains, and meals can be booked online through the IRCTC portal so Youth very Happy with Railway Budget 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X