For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIનો બેંકોને આદેશ; KYC નહીં આપનારા એકાઉન્ટને આંશિક સ્થગિત કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓક્ટોબર : અવારનવાર યાદ અપાવવા છતાં જે ગ્રાહકોએ બેંકમાં પોતાનું કેવાયસી (નો યોર કસ્ટમર) ફોર્મ નથી ભર્યું, તેમના બેંક એકાઉન્ટ આરબીઆઇએ આંશિક રીતે સ્થગિત કરવાનો આદેશ બેંકોને આપ્યો છે. આ પગલાંથી પણ ગ્રાહક જાગે નહીં તો કદાચ ખાતુ બંધ કરવામાં આવે એવી સ્થિતિ પણ આવી શકે છે.

આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક જાહેરનામુ બહાર પાડીને જણાવ્યું છે કે 'જે ગ્રાહકોએ બેંકમાં પોતાનું કેવાયસી (નો યોર કસ્ટમર) ફોર્મ નથી ભર્યું, તેમના બેંક તેમના એકાઉન્ટ તબક્કાવાર આંશિક રીતે સ્થગિત કરી શકે છે.'

rbi-logo-1

આરબીઆઇએ જણાવ્યું છે કે આંશિક સ્થગિતતા અમલી બનાવતા સમયે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે આ ગ્રાહકને નોટિસ આપે 3 મહિના થઇ ગયા હોય, ત્યાર બાદ બીજા ત્રણ મહિનાના રિમાઇન્ડર ગ્રાહકને આપવામાં આવ્યા હોય.

આ આંશિક સ્થગિતતા અંતર્ગત તમામ ક્રેડિટ્સ માન્ય રખાશે પરંતુ કોઇ પ્રકારની ડેબિટ્સ માન્ય રાખવામાં આવશે નહીં. આ ઉપરાંત ગ્રાહક પોતે ખાતુ બંધ કરવા ઇચ્છે તો પણ છૂટ આપવામાં આવી છે.

આટલું કર્યા બાદ પણ ગ્રાહક કેવાયસી ભરતો નથી તો બેંકો તેના તમામ પ્રકારના વ્યવહારો અટકાવી શકે છે. આ ઉપરાંત તેને બિિન કામચલાઉ બનાવી શકે છે.

English summary
RBI Asks Banks to Partially Freeze KYC Non-compliant Accounts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X