For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 રૂપિયાની નવી નોટ પર નહીં હોય ગાંધીની તસવીર?

આરબીઆઇ તરફથી જાહેર કરવામાં આવનારી નવી 100ની નોટમાં આ વસ્તુઓ હશે નવી. જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

1000 અને 500 રૂપિયા પછી હવે 100 રૂપિયાની પણ નવી નોટ આવવાની તૈયારીમાં છે. આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા એક જાહેરાત પ્રમાણે નવી નોટ મહાત્મા સીરિઝ 2005ના હશે અને તેમાં પહેલાની નોટ કરતા કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ 100 રૂપિયાની નવી નોટને લઇને કેટલીક તસવીરો જાહેર કરવામાં આવી છે. પણ આ તસવીરોની કોઇ પણ અધિકૃત પૃષ્ઠિ હજી સુધી નથી થઇ. ત્યારે આ વખતની 100ની નવી નોટમાં શું નવું છે વિગતવાર જાણો અહીં.

100 રૂપિયાની નવી નોટ

100 રૂપિયાની નવી નોટ

આરબીઆઇ જે જાણકારી આપી છે તે મુજબ મહાત્મા ગાંધી સિરીઝ 2005માં બન્ને તરફ પેનલ પર કેપિટલ લેટરમાં R લખેલું હશે. વધુમાં તેની પર હાલના આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. નોંધનીય છે કે હાલમાં જ છપાયેલી 2000 અને 500ની નવી નોટો પર પણ ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે. નવી નોટ પર ખાસ નવા ફિચર્સ અંકિત કરવામાં આવ્યા છે. જે મુજબ નવી નોટો પર સીરીઝ સંખ્યા તે હવે ચઢતા ક્રમમાં છાપવામાં આવશે. પહેલા આ સંખ્યા ઉપર ડાબી બાજુ અને નીચે જમણી બાજુ છાપવામાં આવતી હતી.

જૂની નોટો

જૂની નોટો

નોંધનીય છે કે આ વખતે 100 રૂપિયાની નવી નોટો આવ્યા પછી જૂની નોટો ચલણની બહાર નહીં કરવામાં આવે. અત્યાર સુધી આરબીઆઇ તરફથી આવી કોઇ જાહેરાત કરવામાં નથી આવી. માટે આવી અફવાઓથી તમામ દૂર રહે.

નવી નોટ

નવી નોટ

  • નવી નોટમાં બે પેનલ પર કેપિટલ લેટરમાં R હશે
  • નવી નોટો પર સીરિઝ ક્રમાંક ચઢતા ક્રમે હશે
  • નવી નોટો પર RBI ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે
  • અને નવી નોટો પર છપાઇ વર્ષ 2017 લખેલું હશે.
નવી 100ની નોટ

નવી 100ની નોટ

જો કે નવી 100 રૂપિયાની નોટની જાહેરાત પછી સોશ્યલ મીડિયા પર 100ની નવી નોટોની કેટલીક તસવીરો મૂકવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધીના બદલે અશોક ચિન્હ અંકિત થયેલું જોવા મળે છે. 90ની સદીમાં આ રીતની નોટો બહાર પાડવામાં આવી હતી તેવો જ તેનો લૂક છે. જો કે આ નોટોને યથાર્થતા પર હજી સુધી કોઇ અધિકૃત જાહેરાત નથી થઇ.

English summary
RBI issue new 100 rupee note read here whats new in it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X