For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ રેપો રેટમાં ન કર્યો કોઇ બદલાવ, નોટબંધી અંગે જણાવી 14 મહત્વની વાતો

ભારતીય રિઝર્વ બેંકે ફરી એક વાર વ્યાજદરોમાં કોઇ ઘટાડો કર્યો નથી. આરબીઆઇએ પોલિસી રેટને 6.25% ના સ્તર પર જ રાખ્યો છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેંકે ફરી એક વાર વ્યાજ દરોમાં કોઇ બદલાવ કર્યો નથી. આરબીઆઇએ પોલિસી રેટને 6.25% ના સ્તર પર જ રાખ્યો છે. આરબીઆઇ નાણાકીય વર્ષ 2016-17 ના ચોથા ત્રિમાસિક ગાળામાં મોંઘવારી દર 5% ના સ્તર પર રહેવાનું અનુમાન કર્યુ છે. સાથે જ આરબીઆઇએ જીડીપી ગ્રોથના દરને ઘટાડી દીધો છે. વર્ષ 2016-17 માટે જીડીપી ગ્રોથના અનુમાનને 7.6% ઘટાડીને 7.1% કરી દીધો છે. સમીક્ષા કમિટીના બધા સભ્યોએ રેપો રેટ પહેલાની જેમ જ રાખવાના પક્ષમાં મત આપ્યા હતા.

rbi

નોટબંધીના 29 માં દિવસે આરબીઆઇએ જણાવી 14 મહત્વની વાતો

મૌદ્રિક નીતિની સમીક્ષા દરમિયાન આરબીઆઇની ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યુ કે નોટબંધી બાદ આરબીઆઇએ શું કર્યુ અને નોટબંધીથી શું પ્રભાવ પડશે? આના સંબંધિત 14 મહત્વની વાતો પહેલી વાર આરબીઆઇએ કરી છે. જાણો શું કહ્યુ આરબીઆઇએ.

urjit patel

1 આરબીઆઇએ જણાવ્યુ કે નોટબંધી બાદ 10 નવેમ્બરથી 5 ડિસેમ્બર વચ્ચે 19.1 અબજ નવી નોટ પબ્લિક વચ્ચે જારી કરી છે. આ નોટોની કુલ સંખ્યા છેલ્લા ત્રણ વર્ષમાં જારી કરેલ કુલ નોટોની સંખ્યાથી વધારે છે.

2 આરબીઆઇએ બજારમાં પર્યાપ્ત માત્રામાં બજારમાં નવી નોટ આવવા પર લોકોને અપીલ કરીને કહ્યુ કે નવી નોટો પોતાની પાસે રોકીને ના રાખો.

3 આરબીઆઇએ જણાવ્યુ કે બેંકોમાં હજુ સુધી 500-1000 રુપિયાની કુલ 11.55 લાખ કરોડ રુપિયાની નોટ આજની તારીખ સુધી પાછી આવી ગઇ છે.

4 કેન્દ્ર સરકાર તરફથી આરબીઆઇને માત્ર નોટબંધીના નામે કોઇ વિશેષ લાભ આપવામાં આવ્યો નથી.

5 છેલ્લા બે અઠવાડિયામાં આરબીઆઇએ 500-1000 રુપિયાનાની બીજી નવી નોટ છાપી છે.

rs

6 આરબીઆઇએ જણાવ્યુ કે બજારમાં 4 લાખ કરોડ રુપિયાની નવી ચલણી નોટો જારી કરી છે.

7 આરબીઆઇએ કહ્યુ કે નોટબંધીનો નિર્ણય ઉતાવળમાં નથી લેવામાં આવ્યો.

8 આરબીઆઇ બોર્ડની બેઠકમાં નોટબંધીને કારણે થતી તકલીફો જણાવવામાં આવી હતી. આ તકલીફોને દૂર કરવાના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

9 આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યુ કે જે પણ અસુવિધા થઇ રહી છે તે નોટબંધીને કારણે થઇ રહી છે.

10 રેપો રેટમાં બદલાવ ન કરવાનો નિર્ણય યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયના આધાર પર નથી લેવામાં આવ્યો.

rs

11 નોટબંધીના નિર્ણયને યોગ્ય જણાવતા ઉર્જિત પટેલે કહ્યુ કે મોટાભાગના લોકો આ નિર્ણયને યોગ્ય માને છે. લોકોનું માનવુ છે કે આ નિર્ણયથી કાળુનાણુ, નકલી નોટો, આતંકવાદના ખાતમાને મદદ મળશે. આ નિર્ણય અંગે કોઇ મતભેદ નથી.

12 ઉર્જિત પટેલે કહ્યુ કે નોટબંધીની અસરથી આરબીઆઇની બેલેંસ શીટ પર કોઇ અસર પડશે નહિ.

13 બેંકો અને એટીએમમાંથી રુપિયા ઉપાડવા પર લાગેલ પ્રતિબંધ સમાપ્ત કરવા વિશે કંઇ કહી શકાય નહિ.

14 નોટબંધીથી નોટોની સુરક્ષા વધશે, પારદર્શિતા આવશે, ટેક્સ પ્રક્રિયા સરળ બનશે અને ડિજિટાઇઝેશન વધશે.

English summary
RBI keeps policy rate unchanged at 6.25 per cent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X