For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US ડોલરનો પ્રવાહ નિયંત્રિત કરવા RBI સરકારી બોન્ડ વેચશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 એપ્રિલ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચાર વર્ષમાં પહેલીવાર સરકારી બોન્ડ વેચવા પર વિચાર કરી શકે છે. આમ કરવાનો મુખ્ય હેતુ દેશમાં અમેરિકન ડોલરના જબરદસ્ત પ્રવાહને નિયંત્રિત કરાવાનો છે.

લોકસભા ચૂંટણી 2014 બાદ તેમાં વધારે તેજી આવી શકે છે. માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ (એમએસએ) અંતર્ગત આરબીઆઇએ સોમવારે 2014-15માં સરકારી સિક્યુરિટિઝના વિચાણ માટે 50,000 કરોડ રૂપિયા સુધીની સીમા નક્કી કરી છે. આ સ્કીમને વર્ષ 2004માં શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ સિસ્ટમમાંથી જરૂર કરતા વધારે કેશને દૂર કરવાનો હતો.

rbi

આ અંગે કેટલાક બેંકિંગ એક્સપર્ટટ્સનું કહેવું છે કે હાલ માર્કેટ સ્ટેબિલાઇઝેશન બોન્ડ રજૂ કરવાની જરૂર નથી. કારણ કે માર્કેટની સ્થિતિ એવી નથી. ઓએમઓ (ઓપન માર્કેટ ફોર લિક્વિડિટી ઇન્ફ્યુઝન) અને એમએસએસ બોન્ડ એક સાથે ચાલી શકતા નથી. જો કે વર્ષ 2014-15 માટે જો જરૂર પડી તો એફઆઇઆઇના રોકાણને આધારે આરબીઆઇ આ અંગે નિર્ણય કરી શકે છે.

ડીલર્સના જણાવ્યા અનુસાર 16 મેના રોજ મતગણતરી બાદ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર બનવાની આશા છે. જેના પરિણામે વિદેશી ફંડોના પ્રવાહને બળ મળી શકે છે. જો કે રોકાણકારોનો એક વર્ગ એવું માને છે કે સિસ્ટમમાં નાણાની પ્રવાહિતતા ઘટશે તો આરબીઆઇ માર્કેટમાં 50,000થી 60,000 કરોડ રૂપિયા વહેતા કરવા ઓપન માર્કેટ ઓપરેસન્સની પરવાનગી આપી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર વર્ષ 2013-14માં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે એફઆઇઆઇએ ભારતીય શેરો અને ડેટ સિક્યુરિટિઝમાં માત્ર 5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં આ આંકડો 27 અબજ ડોલરનો હતો.

English summary
The Reserve Bank of India could consider selling government bonds for the first time in four years to minimise the impact of heavy inflow of US dollars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X