For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા કામની ખબર: નોટબંધી બાદ હવે પહેલીવાર, રોકડ ઉપાડની સીમા સમાપ્ત

હવે RBI એ એટીએમમાંથી રોકડા ઉપાડવાની સીમા સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી છે. આ નિયમ ફેબ્રૂઆરીથી સમગ્ર દેશમાં લાગુ પડશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

થોડા સમય પહેલાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રોકડા ઉપાડવાની સીમા 4500થી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી હતી. બેન્કના આ નિર્ણયથી લોકોને મોટી રાહત મળી હતી. હવે રિઝર્વ બેન્કે એટીએમ માંથી રોકડા ઉપાડવાની સીમા સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી છે. સામાન્ય નાગરિકો હવે પહેલાની માફક જ એટીએમમાંથી ઇચ્છિત રકમ ઉપાડી શકશે.

atm

ફેબ્રૂઆરીથી સમાપ્ત થશે રોકડ ઉપાડની સીમા

આ નિયમ ફેબ્રૂઆરી માસથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. નોટબંધીના ઐતિહાસિક નિર્ણય બાદ એટીએમમાંથી રોકડ ઉપાડવાની સીમા નક્કી કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર 2000 રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવી હતી, જે પછીથી વધારીને 4500 રૂપિયા અને ત્યાર બાદ 10,000 કરવામાં આવી હતી. હવે આખરે ફેબ્રૂઆરી માસથી રોકડ ઉપાડવાની સીમા પર પૂર્ણવિરામ મુકાશે.

શા માટે સમાપ્ત કરવામાં આવી રોકડ ઉપાડની સીમા?
સરકારનું માનવું છે કે, હવે પરિસ્થિતિ સામાન્ય થઇ ગઇ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દેશની તમામ બેન્કોમાં પર્યાપ્ત માત્રામાં ચલણી નોટો પહોંચાડી દેવામાં આવી છે.

new currency

ચૂંટણીની હવા

થોડા જ દિવસોમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, આ રાજ્યોમાં વિપક્ષો નોટબંધીનો મુદ્દો કાઢી રાજકારણીય લાભ મેળવી શકે છે. સરકાર ચૂંટણીમાં આ નુકસાનથી બચવા માંગે છે.

અહીં વાંચો - આયકર વિભાગના નવા નિયમોનો અધિકારીઓ કરી શકે છે દૂરઉપયોગઅહીં વાંચો - આયકર વિભાગના નવા નિયમોનો અધિકારીઓ કરી શકે છે દૂરઉપયોગ

English summary
No Cap On ATM Withdraw From Feb.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X