રિલાયન્સની નવી ઓફર, માત્ર 148 રૂપિયામાં 70 જીબી ડેટા

Subscribe to Oneindia News

રિલાયન્સ જીયો લાવ્યો છે વધુ એક ધમાકેદાર ઓફર. આમ પણ આજ કાલ તમામ ટેલિકોમ કંપનીઓ નવી નવી ઓફર આપી રહી છે. આ ક્રમ જીયો દ્વારા જ શરૂ કરવામાં આવ્યો હતો. અને આજે પણ તેવા નીત નવી ઓફર આપવાનો ટ્રેન્ડ ચાલુ જ છે. તો શું છે આ નવી ઓફર, કોણ તેનો ફાયદો લઇ શકશે વિગતવાર જાણો અહીં...

mobile

ઓફર

રિલાયન્સ કમ્યુનિકેશન માત્ર 148 રૂપિયાના પહેલા રિચાર્જ પર 70 જીબી ઇન્ટરનેટ ડેટા આપવાની ઓફર કરી છે. આ સુવિધા તમને 70 દિવસો સુધી મળશે જો તમે આ ઓફર લેશો તો. આ હેઠળ તમને રિલાયન્સ પ્લાન મુજબ રોજનું 1 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે.

બીજો પ્લાન

148 રૂપિયાના આ પ્લાન સિવાય રિલાયન્સે 54 અને 61 રૂપિયાનો પ્લાન પણ રજૂ કર્યો છે. 54 રૂપિયામાં ગ્રાહકોને 28 દિવસ માટે દરરોજ 1 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવે છે. જેમાં રિલાયન્સ થી રિલાયન્સ પર કોલ કરવામાં ખાલી 10 પૈસા પ્રતિ મિનિટ આપવાનું રહેશે. અને બીજી એસટીડી કોલિંગ પર 25 પૈસા પ્રતિ મિનિટ. આ સિવાય 61 રૂપિયાના પ્લાનમાં રોજનું 1 જીબી ઇન્ટરનેટ અને કોલિંગ રેટમાં કોઇ બદલાવ નહીં.

ખાસ નોંધ

નોંધનીય છે કે આ પ્લાનનો ફાયદો ઉઠાવવા માટે એક નિયમ પણ છે આ તમામ પ્લાન એફઆરસી એટલે કે ખાલી પહેલા રિર્ચાજ પર જ લાગુ થશે. એટલે કે સીમ લીધા પછી તમે જ્યારે પહેલી વાર રિચાર્જ કરાવશો તે માટે જ. વધુમાં હાલ આ ઓફર ખાલી આંધ્ર પ્રદેશ અને તેંલગાનામાં જ લાગુ કરવામાં છે.

English summary
Reliance new plan of 148 rupees giving 70 gb data.
Please Wait while comments are loading...