ઘન ઘના ઘન ઓફર વિષે જાણવા જેવી તમામ વાતો

રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને મફતમાં સેવા આપવા માટે ઘન ઘના ઘન ઓફર લાવ્યો છે. તો જો તમે હજી સુધી આ ઓફરથી અજાણ હોવ તો વાંચો આ સમાચાર.

Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોએ હાલમાં જ સમર સરપ્રાઇઝ ઓફર રજૂ કરી. જેમાં રિચાર્જ કરનાર તમામ લોકોને જીયોની તરફથી 3 મહિના સુધી તમામ સેવાઓ મફતમાં આપવાની વાત કરવામાં આવી હતી. પણ ટ્રાઇના આદેશ પછી તેને બંધ કરી દેવામાં આવી છે. જે પછી કંપનીએ મંગળવારે એક નવી ઓફર લાવી છે. ત્યારે શું છે આ નવી ઓફર તે અંગે તમામ જાણકારી વાંચો અહીં...

Read also: How To: કેવી રીતે ઓનલાઇન આધારની નામની ભૂલો ઠીક કરવી

ઘન ઘના ઘન ઓફર

રિલાયન્સ જીયો તેના ગ્રાહકને મફત સેવા આપવા માટે ઘન ઘના ઘન ઓફર લઇને આવ્યો છે. આ ઓફર હેઠળ રિચાર્જ કરવાના ત્રણ મહિના સુધી તમામ સુવિધાઓ મફત મળશે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીયોએ આ ઓફર ટ્રાઇ દ્વારા કંપનીના સમર સરપ્રાઇઝ ઓફરના બંધ કરવા પછી નીકાળી છે. જેથી કરીને તે વધુમાં વધુ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે.

શું છે ઓફરમાં?

આ ઓફરમાં કંપની તરફથી બે પ્લાન જાહેર કરવામાં આવ્યા છે. એક પ્લાન 309 રૂપિયાનો છે જે હેઠળ અનલિમિટેડ કોલિંગ સાથે 84 દિવસ રોજના 1 જીબી ઇન્ટરનેટ ડેટા મફત મળશે. બીજા પ્લાન હેઠળ 509 રૂપિયામાં તમે અનલિમિટેડ કોલિંગ સાથે 84 દિવસ સુધી રોજ 2 જીબી ઇન્ટરનેટ ડેટા મફત મેળવશો.

એક શર્ત પણ છે

કંપની 309 અને 509 રૂપિયાનો આ પ્લાન ખાલી તે ગ્રાહકો માટે નીકાળ્યો છે. જે કંપનીના પ્રાઇમ મેમ્બર હોય. તો જો તમે હજી સુધી જીયોની પ્રાઇમ મેમ્બરશીપ નથી લીધી તો 99 રૂપિયાના રિચાર્જ સાથે તમે અત્યારે પ્રાઇમ મેમ્બરશીપ લઇ શકો છો. તો જ તમે આ પ્લાનનો ભાગ બની શકો છો. સાથે જ કંપનીએ આ વિકલ્પ અને પ્રાઇમ મેમ્બરશીપ સાથે મળે તેવો પણ એક વિકલ્પ આપ્યો છે. જે મુજબ તમારે 309 ના બદલે 408 (309+99) રૂપિયા ફરી કે પછી 509 રૂપિયા ના બદલે 608 (509+99) રૂપિયા ભરી આ સેવાનો લાભ લઇ શકો છો.

આ પણ જાણવું જરૂરી છે.

  • આ ઓફર ખાલી એક વાર માટે છે. એટલે કે તમે આ ઓફરથી ખાલી એક વાર માટે જ રિચાર્જ કરાવી શકો છો.
  • આ ઓફરનો ફાયદો તે લોકોને નહીં મળી શકે જે લોકો જીયો સમર સરપ્રાઇઝ ઓફર હેઠળ પહેલાથી જ રિચાર્જ કરાવી ચૂક્યા છે.
  • કંપનીની તરફથી આ ઓફરથી છેલ્લી તારીખને કોઇ અધિકૃત જાહેરાત કે સ્પષ્ટતા આજ દિન સુધી નથી કરવામાં આવી.

વાંચો

મુકેશ અંબાણીની વિષે આ વાતો તમે ભાગ્યે જ જાણતા હશો. જીયો દ્વારા 6 મહિના સુધી તમામ સેવાઓ મફત આપનાર આ ગુજરાતી વેપારી અંગે આ વાતો જાણવી જરૂરી છે. વિગતવાર વાંચો અહીં.

Jioના નામે જલસા કરાવનાર મુકેશ અંબાણીની અજાણી વાતો

English summary
Reliance jio launches dhan dhana dhan offer for 309 rupees. Read here all the things which you must know about this offer.
Please Wait while comments are loading...