For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JIO ગ્રાહકોને ફરી જલસો પડ્યો, મળશે 5 ગીફ્ટ

રિલાયન્સ જીયો આ વર્ષે 350થી પણ વધુ ચેનલો સાથે ડાયરેક્ટ ટૂ હોમ (ડીટીએસ) સેવા શરૂ કરવાના છે. જેમાં 50 ચેનલ હશે હાઇ ડેફિનેશન ચેનલ. વાંચો વધુ....

|
Google Oneindia Gujarati News

એક તરફ જ્યાં રિલાયન્સ જીયોના આવવાથી બજારમાં તમામ ટેલિકોમ કંપનીઓમાં પ્રાઇસ વોર શરૂ થઇ ગયો છે ત્યાં જ એ દિવસો દૂર નથી જ્યારે આવી જ મૂંઝવણમાં ડીટીએચ વાળા પણ હોય. રિલાયન્સ જીયો તેના ગ્રાહકો માટે 5 ખાસ સુવિધા લાવ્યો છે. ત્યારે શું છે આ સુવિધાઓ વિગતવાર જાણો.

1. જીયો ડીટીએચ સેવા

1. જીયો ડીટીએચ સેવા

રિલાયન્સ જીયોએ આ વર્ષે 350 થી પણ વધુ ચેનલો સાથે ડાયરેક્ટ ટૂ હોમ (ડીટીએચ) સેવા શરૂ કરી રહ્યો છે. જેમાં 50 તેવી ચેનલ હશ જે હાઇ ડેફિનેશન હોય. આ માટે તમારી પાસે જીયો સીમ હોવું જરૂરી છે. અને જીયો ટીવી એપ પણ. સાથે જ આ માટે તમારે જીયો હોમ બ્રોડબેંડ કનેક્શનની પણ જરૂર નથી. આમાં તમને ટીવી ચેનલો તો મળશે જ સાથે જ સ્ટ્રીમિંગ સેવાઓની પણ મજા તમે માણી શકશો. માનવામાં આવી રહ્યું છે કે તેમાં વોઇઝ કંટ્રોલની પણ સુવિધા હશે.

2. રિલાયન્સ જીયો બ્રોડબેન્ડ

2. રિલાયન્સ જીયો બ્રોડબેન્ડ

રિલાયન્સ જીયો જલ્દી જ ફાઇબર ટૂ ધ હોમ (એફટીટીએચ) બ્રોડબેંડ સેવા શરૂ કરી શકે છે. જો 1 જીબીપીએસ સુધી સ્પીડ આપશે. આની ટેસ્ટિંગ પણ શરૂ થઇ ગઇ છે. જો કે જીયો તેના લોન્ચિંગની કોઇ તારીખ નથી કહી. વધુમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ જ્યાં પણ જિયો બ્રોડબેંડ લગાવાશે ત્યાં 70 એમબીપીએસ થી 100 એમબીપીએસ સુધીની ઇન્ટરનેટ સ્પીડ આપવામાં આવશે.

જીયો મની

જીયો મની

જીયો મનીની તો પહેલા જ શરૂઆત થઇ ચૂકી છે. અને અનેક જગ્યા જીયો મની વાપરતા તમને ડિસકાઉન્ટ પણ મળે છે. ત્યાં માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ જીયો પોતાના વોલેટ જીયો મનીનો વિસ્તાર વધારશે. અને આવનારા સમયમાં મેટ્રો, દુકામો અને અન્ય જગ્યાએ પણ તેની ચૂકવણી કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરાશે.

જીયો વીઓએલટીઇ ફિચર ફોન

જીયો વીઓએલટીઇ ફિચર ફોન

આ ફોનની તસવીર રિલાયન્સ જીયોની વેબસાઇટ પર પણ મુકવામાં આવી છે. આ એક ફિચર ફોન છે. જે 4જી વીઓએલટીઇને સપોર્ટ કરશે. ખબર તેવી પણ છે કે આ ફોનની કિંમત ખાલી 999 રૂપિયાથી લઇને 1500 રૂપિયા સુધીની રહેશે. આ ફોન પણ રિલાયન્સ જીયો આ વર્ષે જ લોન્ચ કરશે.

5. હોમ ઓટોમેશન

5. હોમ ઓટોમેશન

રિલાયન્સ જીયો જલ્દી જ હોમ ઓટોમેશન શરૂ કરશે. આ માટે રિલાયન્સ જીયો એક એપ પણ બનાવી રહ્યું છે. જેને જીયો મીડિયાશેયર નામ આપવામાં આવ્યું છે. રિલાયન્સ જીયો એક તેવી જ સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે. જેમાં લોકો પોતાના ઘરની તમામ વસ્તુઓ જીયો મોબાઇલથી ક્યાંથી પણ ઓપરેટ કરી શકે. આ સિવાય પણ રિલાયન્સ જીયોના અનેક પ્રોડક્ટ પણ આવનારા દિવસોમાં આવી રહ્યા છે.

English summary
Reliance jio soon bring dth, broadband and 3 more things this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X