For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયો ફરી તૂટ્યો, ગયો 65ને પાર

By Super
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 27 ઑગસ્ટઃ રૂપિયાની શરૂઆત ફરી એકવાર જોરદાર નબળાઇ સાથે થઇ. અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયામાં 70 સુધીની નરમાઇ આવતા તે 65ના સ્તર પર ખુલ્યો. ડોલરની તુલનામાં રૂપિયો 1.64 સુધી તૂટ્યો છે અને તેની સપાટી 65.70 સુધી પહોંચી ગઇ હતી. સોમવારે ડોલરની સરખામણીએ રૂપિયો 64.30ના સ્તર પર બંધ થયો હતો. મંગળવારે રૂપિયો તૂટીને 66.06 સુધી પહોંચી ગયો છે.

રૂપિયામાં નરમાઇનો દોર મંગળવારે પણ જારી રહ્યો છે. ડોલરની સામે રૂપિયો 65.70 સુધી પહોંચી ગયો. જેની અસર શેર બજાર પર પણ પડી છે. સેન્સેક્સમાં 500 પોઇન્ટ્સથી વધુનો કડાકો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 2 ટકાનો કડાકો નોંધયો છે.

Rupee-Dollar
મહિનાના અંતમાં ઇમ્પોર્ટ્સ દ્વારા ડોલરની માંગ વધવાના કારણે રૂપિયાના સ્તરમાં કડાકો જોવા મળી રહ્યો છે. મંગળવારે તે 65.70ના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે બીજી તરફ ક્રેડિટ સુઇસનું કહેવું છે કે, રૂપિયામાં નરમાઇ જારી રહેશે. આગામી 12 મહિનામાં રૂપિયો ડોલરની સામે વધુ તૂટે તેવા અણસાર છે.

English summary
The rupee tumbled to an all time intra day low of 66.06 per dollar on Tuesday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X