For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનીને પડકારવા આવી રહ્યો છે સેમસંગનો વોટરપ્રૂફ ફોન

|
Google Oneindia Gujarati News

લો કોસ્ટમાં સારી ફેસેલિટીવાળા મોબાઇલ આપીને નોકિયાનો મોનોપોલી તોડ્યા બાદ સેમસંગે મોબાઇલ કંપની સોનીની કમર તોડવાનું પણ નક્કી કરી લીધું છે. થોડા સમય પહેલા સોની દ્વારા એક વોટરપ્રૂફ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને અને તેને પડકારવા માટે સેમસંગ દ્વારા પણ એક વોટરપ્રૂફ સ્માર્ટફોન લોન્ચ કરવમાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી એસ4 એક્ટિવ નામનો આ સ્માર્ટફોન વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ છે.

સેમસંગના આ નવા ગેલેક્સી એસ4 એક્ટિવ સ્માર્ટફોનને આઇપી67 સર્ટીફિકેટ વોટર અને ડસ્ટ પ્રોટેક્શન માટે આપવામાં આવ્યું છે. જે રીતે સોનિ એક્સપિરિયા ઝેડને જે લેવલે પાણીમાં રાખી શકાય છે એ જ લેવલે આ મોબાઇલ ફોનને પણ પાણીમાં રાખી શકાય છે. આ સ્માર્ટ ફોનમા કંપનીના અન્ય સ્માર્ટફોન જેટલી જ સ્પેશ આપવામાં આવી છે, તો ચાલો તસવીરોના માધ્યમાંથી જાણીએ આ સ્માર્ટફોનમાં કયા-કયા ફીચર્સ આપવામાં આવ્યા છે.

વોટરપ્રૂફ સ્માર્ટફોન

વોટરપ્રૂફ સ્માર્ટફોન

સેમસંગ કંપની દ્વારા ગેલેક્સી એસ4, એસ4 મિનિ લોન્ચ કર્યા બાદ આ શ્રેણીમાં એસ4 એક્ટિવ લોન્ચ કર્યો છે. જે કંપનીનો પહેલો વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે.

30 મિનિટ સુધી આપી શકે છે રક્ષા

30 મિનિટ સુધી આપી શકે છે રક્ષા

કંપનીએ જણાવ્યા પ્રમાણે આ ફોનમાં જે સુવિધા આપવામાં આવી છે તેને જોતા આ સ્માર્ટ ફોન પાણીમાં એક મીટરની ઉંડાઇ સુધી 30 મીનિટ કરતા વધારે સમય સુરક્ષિત રહી શકે છે.

ગ્લવ પહેરેલા હશે તો પણ થશે ઓપરેટ

ગ્લવ પહેરેલા હશે તો પણ થશે ઓપરેટ

આ ફોનમાં 5 ઇન્ચ ફૂલ એચડી ટીએફટી એલસીડી સ્ક્રિન આપવામાં આવી છે, તેમજ તેમાં એન્ડ્રોઇડ 4.2.2 જેલીબીન ઓએસ છે. આ ફોનના ટચ સ્ક્રિનને ગ્લવ પહેરીને પણ ઓપરેટ કરી શકશો.

વિવિધ કલરમાં ઉપલબ્ધ

વિવિધ કલરમાં ઉપલબ્ધ

કંપનીએ આ ફોનને ત્રણ કલરમાં લોન્ચ કર્યો છે. જેમાં અરબન ગ્રે, ડિવ બ્લુ અને ઓરેન્જ ફ્લેર છે. તેમજ ફોનના ઇઅરફોનમાં પાણી સામે રક્ષણ આપવાની સુવિધા આપી છે જેથી તમે વધુ એન્ડવેન્ચર ભરેલી સ્થિતિમાં પણ આ ફોનના ઇઅરફોનનો ઉપયોગ કરી શકો છો.

8 મેગા પિક્સલ કેમેરા

8 મેગા પિક્સલ કેમેરા

આ ફોનમાં 1.9 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર, 2600 એમએએચ બેટરી અને 8 મેગાપિક્સલ રીઅર કેમેરા સાથે એલઇડી ફ્લેશ લાઇટ અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપેલો છે.

English summary
Samsung announced Waterproof Galaxy S4 Active smartphone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X