For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ખાતાધારકોને આ સેવા FREE મળશે, 2 લાખ રૂપિયા સુધીનો લાભ

જો તમારું બેંક ખાતું દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે.

|
Google Oneindia Gujarati News

જો તમારું બેંક ખાતું દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. 2 લાખ સુધીની નવી સુવિધા બેંકમાંથી એકદમ મફત મળી રહી છે. એસબીઆઈએ તેના ગ્રાહકોને નવી સુવિધા પૂરી પાડવા માટેની તૈયારી કરી લીધી છે, જે અંતર્ગત ખાતા ધારકોને 2 લાખ રૂપિયા સુધી મફતમાં વીમો મળશે.

SBI ની નવી સુવિધા

SBI ની નવી સુવિધા

એસબીઆઈ તેના ખાતા ધારકોને નવી સુવિધા આપી રહી છે. નવી સુવિધા અંતર્ગત, ટૂંક સમયમાં ખાતા ધારકોને એસબીઆઇ કાર્ડ રુપે ક્રેડિટ કાર્ડ આપશે. તમને જણાવી દઈએ કે રુપે ક્રેડિટ કાર્ડ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે એક પેમેન્ટ ગેટવે સિસ્ટમ છે જે સ્થાનિક રીતે વિકસિત થાય છે. તમે વિવિધ રીતે ચૂકવણી કરી શકો છો. રુપે કાર્ડ, સિંગાપોર, ભૂટાનમાં માન્ય છે. ટૂંક સમયમાં યુએઈમાં તેની શરૂઆત થવા જઈ રહી છે. ભારતમાં બનેલું આ પેમેન્ટ ગેટવે તેના પ્રકારનો પ્રથમ ગેટવે છે.

શું છે RuPay કાર્ડ

શું છે RuPay કાર્ડ

રુપે કાર્ડ એક સંપૂર્ણ ઘરેલું ચુકવણી ગેટવે છે. કોઈપણ વિઝા અથવા માસ્ટરના ડેબિટ કાર્ડની ચુકવણી પ્રણાલી જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે વિદેશી છે, જેના માટે આપણે ફી ચૂકવવી પડે છે અને વિદેશી દેશો પર ડીપેન્ડ પણ રહેવું પડે છે. રુપે કાર્ડ્સ સાથે આવું નથી. તે અન્ય કાર્ડ્સ કરતા સસ્તું છે. ભારતની રાષ્ટ્રીય ચુકવણી નિગમે આ પહેલ કરી છે. આ સાથે તમને 2 લાખ સુધીનો મફત વીમો મળી રહ્યો છે. રૂપે ગ્લોબલ કાર્ડ્સ પાંચ વેરિયન્ટમાં જારી કરવામાં આવ્યા છે. રૂપે ક્લાસિક ડેબિટ કાર્ડ, રૂપે ક્લાસિક ક્રેડિટ કાર્ડ, રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ, રૂપે પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ અને રૂપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડ. તેમણે જણાવ્યું હતું કે રૂપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડમાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે.

2 લાખ રૂપિયા સુધીનું મફત વીમા કવર

2 લાખ રૂપિયા સુધીનું મફત વીમા કવર

રૂપે કાર્ડ ધારકોને બેંક તરફથી 2 લાખ સુધીનો વીમો ફ્રીમાં મળે છે. અકસ્માતથી મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં આકસ્મિક વીમો આપવામાં આવે છે. આ નીતિ હેઠળ રૂપે ક્લાસિક કોર્ડ ધારકોને 1 લાખ રૂપિયાના વીમા કવચ માટે હકદાર છે જ્યારે પ્લેટિનમ કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે.

આ પણ વાંચો: જો તમે આઇટીઆર ફાઇલ નથી કરી શક્યા, તો હવે શું કરવું?

English summary
SBI account holders will get this service for FREE, up to Rs 2 lakh benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X