For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં થશે પાંચ બેંકોનું વિલિનિકરણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જૂન: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાની પાંચ સહયોગી બેંકોના વિલિનિકરણ કરવાની તૈયારીમાં છે. આ જાણકારી બેંકના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યએ એક આર્થિક સમાચાર પત્રને આપી.

સ્ટેટ બેંકના પાંચ એસોસિએટ બેંક છે, સ્ટેટ બેંક ઓફ બીકાનેર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર. આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સાત એસોસિએટ બેંક હતી, જેમાંથી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર તથા સ્ટેટ બેંક ઓફ ઇન્દોરનું તેમાં વિલિનિકરણ થઇ ચૂક્યું છે.

sbi
સમાચાર પત્રએ લખ્યું છે કે આ બેંકોના વિલિનિકરણથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એસેટ બેઝ 21.90 લાખ કરોડ રૂપિયા થઇ જશે. એટલું જ નહીં તેની પાસે 5658 બ્રાંચ વધી જશે. જેનાથી તેનો માર્કેટ શેર 19 ટકાથી વધીને 24 ટકા થઇ જશે. ભટ્ટાચાર્યએ જણાવ્યું કે વિલયના પહેલા અમારે મુખ્ય બેંકની સ્થિતિને મજબૂત કરવી પડશે. ત્યાર જ કોઇ મોટું પગલું ભરવું યોગ્ય રહેશે અને તે સમય આવી ગયો છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આ સહયોગી બેંકો અંગે એક દાયકા પહેલા જ વિચાર કરવામાં આવ્યો હતો પરંતુ ઘણા કારણોથી તે નિર્ણય પાછો ઠેલાતા રહ્યો. આ બેંકોના યૂનિયને પણ તેમના વિલિનિકરણમાં અડચણો ઊભી કરી હતી.

English summary
SBI to merge five subsidiary banks with itself as it prepares to fund the economy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X