For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UTIના આંશિક મર્જર બાદ SBI બનશે ભારતનો સૌથી મોટો મ્યુચ્યુઅલ ફંડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જાન્યુઆરી : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ - SBI)એ યુટીઆઇ (UTI) મ્યુચ્યુઅલ ફંડમાંથી તેના પાર્ટનર્સનો હિસ્સો ખરીદવા અને તેને એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ સાથે મર્જ કરી દેવા દરખાસ્ત કરી છે. એસબીઆઇની યોજનાથી વાકેફ ત્રણ સૂત્રોએ આ માહિતી આપી હતી.

આ મહત્વનો મર્જર પ્લાન સફળ થશે તો તેનાથી દેશનું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડ સર્જાશે અને એસબીઆઇનો તેમાં મોટો હિસ્સો હોવા ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રભુત્વ વધી જશે.

આ ઘટનાક્રમ અંગે ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ દરખાસ્ત હજુ પ્રાથમિક છે અને એસબીઆઇએ આ વિશે નાણામંત્રાલયને વિગતવાર રજૂઆત કરી છે. આ વિશે પ્રાથમિક ચર્ચા થઈ છે. એસબીઆઇના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

uti-sbi-mf-1

યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડમાં એસબીઆઇ 18.5 ટકા હિસ્સો ધરાવે છે. પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને વીમા કંપની એલઆઇસી પાસે પણ 18.5 ટકા હિસ્સો છે. અમેરિકન ફંડ મેનેજર ટી-રો પ્રાઇસ પાસે યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડમાં 26 ટકા હિસ્સો છે. તેણે 2009માં 14 કરોડ ડોલરમાં આ હિસ્સો ખરીદ્યો હતો.

યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ એક સમયે દેશનું સૌથી મોટું ફંડ મેનેજર હતું. ટી રો પ્રાઇસ હિસ્સાના વેચાણ માટે તૈયાર થશે કે નહીં તે નિશ્ચિત નથી. એલઆઇસી અલગ ફંડ મેનેજમેન્ટ શાખા ધરાવે છે. તેણે પણ યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ ખરીદવામાં રસ દર્શાવ્યો છે.

એસબીઆઇએ તેના ફંડ મેનેજમેન્ટ બિઝનેસમાં પાર્ટનર એમુન્ડી એસએનો મત જાણવા પણ પ્રક્રિયા કરી છે. એમુન્ડી પાસે એસબીઆઇ ફંડ મેનેજમેન્ટમાં 37 ટકા હિસ્સો ધરાવે છે. અન્ય એસ સૂત્રે જણાવ્યું હતું કે મર્જર દરખાસ્ત પાછળનો હેતુ એક વિશાળ ફંડ મેનેજમેન્ટ કંપની રચવાનો છે જેના પર ભારતીય કંપનીનું સંપૂર્ણ નિયંત્રણ હશે.

જાણકાર વ્યક્તિએ કહ્યું હતું કે સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે ભારતીય નાણાકીય સંસ્થાઓને 51 ટકાથી વધારે હિસ્સો મળશે. નવી કંપની એટલી મજબૂત હશે કે અમેરિકા જેવા બજારમાં કામ કરી શકે.

એલઆઇસીએ પણ યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડમાં રસ દર્શાવ્યો છે અને તેને એક્વાયર કરવા ઉત્સુક છે. ટી રો પ્રાઇસ પાસે કંપનીમાં 26 ટકા હિસ્સો જાળવવાનો અધિકાર છે. તે હિસ્સો ટકાવી રાખવા માંગે તો મર્જર થયેલી કંપનીમાં વધારે નાણાં નાખવાની તૈયારી રાખવી પડશે અથવા એસબીઆઇ તેનો હિસ્સો ખરીદી લેશે.

આ સોદો થશે તો એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ અને યુટીઆઇ એએમસી પાસે સંયુક્ત રીતે રૂપિયા 1.6 લાખ કરોડની એસેટ હશે અને એચડીએફસી એએમસી કરતાં પણ આગળ નીકળી જશે જેની પાસે રૂપિયા 1.5 લાખ કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ છે.

English summary
SBI Would become biggest Mutual Fund in India after merger of UTI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X