For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સેક્સ, નિફ્ટી વધીને બંધ; રિલાયન્સ, ICICI બેંકમાં તેજી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 19 ડિસેમ્બર : આજે બજારમાં સતત બીજા દિવસે તેજીનો પવન ફૂંકાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકા સુધી વધીને બંધ રહ્યા છે. આ સપ્તાહના સરેરાશ કારોબાર પર નજર કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂતી જોવાને મળી છે.

આજે સેન્સેક્સ 27500ની સપાટી નજીક પહોંચવામાં સફળ થયો હતો. જ્યારે નિફ્ટી 8263.45ના ઉપર સ્તર પહોંચી ગયો હતો. આજે આઈટી, મેટલ, ઑયલ એન્ડ ગેસ, ટેક્નોલૉજી અને કેપિટલ ગુડ્ઝ શેરોમાં જોરદાર ખરીદારીના જોર પર બજારમાં તેજી જોવાને મળી છે.

શેરબજારમાં આજે એફએમસીજી, રિયલ્ટી, કન્ઝયૂમર ડ્યુરેબલ્સ અને ઑટો શેરોમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો.

stockmarkets-1

શરૂઆતના કારોબારમાં મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં જબરજસ્ત લેવાલી જોવા મળી હતી. દિવસ દરમિયાન બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 1.5 ટકાનો વધારો નોંધાયો હતો. માર્કેટ બંધ રહ્યું ત્યારે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.25 ટકા વધ્યા છે અને સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો નોંધાયો છે.

બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 245 અંક એટલે કે 0.9% ની મજબૂતીની સાથે 27375ના સ્તર પર બંધ થયા છે. એનએસઈનો 50 શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 66 અંક એટલે કે 0.8 ટકા ઉછાળા સાથે 8225ના સ્તરે બંધ થયો છે.

આજના સેશનમાં પાવર ગ્રીડ, હિન્ડાલ્કો, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા પાવર, વિપ્રો અને સેસા સ્ટરલાઈટ જેવા દિગ્ગજ શેર 3.2થી 2.5 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે.

બીજી તરફ ડીએલએફ, આઈટીસી, એશિયન પેન્ટ્સ, ભારતી એરટેલ, એચયૂએલ, બજાજ ઑટો અને સિપ્લા જેવા દિગ્ગજ શેર 2.9થી 1.2 ટકા સુધી ઘટીને બંધ રહ્યા છે.

મિડકેપ શેરોમાં ગુજરાત ગેસ, સિમ્ફની, અતુલ, ઈરોસ ઈન્ટરનેશનલ અને પુંજ લૉયડ સૌથી વધારે 10.25થી 7.6 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. સ્મૉલકેપ શેરોમાં ગ્લોબલ ઑફશોર, એનસીસી, જેકે ટાયર, લિબર્ટી શૂઝ અને માર્કસંસ ફાર્મા સૌથી વધારે 14.9થી 9.9 ટકા સુધી વધ્યા છે.

English summary
Sensex, Nifty End Higher; Reliance, ICICI Bank lead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X