For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

USમાં વ્યાજદર વધારો પાછો ઠેલાતા સેન્સેક્સ, નિફ્ટી ભારે વધારા સાથે બંધ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 ડિસેમ્બર : યુએસમાં વ્યાજ દરમાં વધારાની સંભાવનાઓ લંબાવાઇ હોવાથી વિદેશના માર્કેટમાં આજે બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેની અસર આજે ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ભારે વધારો જોવા મળ્યો હતો.

આજે સેશનના અંતમાં સેન્સેક્સ 416 પોઇન્ટના ઉછાળા સાથે જ્યારે નિફ્ટી 129 પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.કન્ઝયુમર ડ્યુરેબલ્સ અને પાવર શેરોમાં જોશના ચાલતા બજારએ એટલી મોટી છલાંગ લગાવી છે. બીએસઈના કન્ઝયુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 5.25% અને પાવર ઈન્ડેક્સ 3.25% સુધી વધીને બંધ થયા છે. બીએસઈના બધા ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા છે.

stock-markets-8

આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ જોરદાર લેવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.5% થી વધારે વધીને બંધ થયા છે. જ્યાં બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 3.25% નો ઉછાળાની સાથે બંધ રહ્યા હતા.

બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 416.4 પોઇન્ટ એટલે કે 1.5% ની મજબૂતીની સાથે 27126.5ના સ્તર પર બંધ થયા છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 129.5 અંક એટલે કે 1.6% નો ઉછાળાની સાથે 8159.3 ના સ્તર પર બંધ થયો છે.

English summary
Sensex, Nifty End Sharply Higher as US Fed says it can be Patient on Rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X