For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોલર સામે રૂપિયો 64ની નજીક પહોંચતા NRIsએ સ્વદેશમાં રોકાણ શરૂ કરવું જોઇએ?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 ડિસેમ્બર : અમેરિકા અને મિડલ ઇસ્ટના દેશોમાં લાખો ભારતીયો કામ કરી રહ્યા છે. આ ભારતીયો ભારતમાં નાણા મોકલતા પહેલા કરન્સી એક્સચેન્જ રેટ ચોક્કસ ચકાસે છે.

મિડલ ઇસ્ટના દેશોમાં મધ્યમ કક્ષાના એક્ઝિક્યુટિવ્સ તરીકે કામ કરતા લાખો વર્કર્સનો જ કેસ ધ્યાનમાં લઇએ. તેઓ હંમેશા કરન્સી રેટની હલચલ પર નજર રાખતા હોય છે. કારણ કે ભારતમાં ડોલર સામે રૂપિયાની વધઘટ મુજબ તેમને વધારે કે ઓછા નાણા મળે છે.

money-dollar-rupee-1

આ બાબતને વધારે સ્પષ્ટ રીતે સમજવા એક ઉદાહરણ જોઇએ. જો એક ડોલર સામે રૂપિયો 63ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હોય અને યુએઇના દિરહામ ભારતીય રૂપિયા સામે 17ના ભાવે ચાલી રહ્યા હોય તો શું થાય એ જોઇએ. જો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટશે તો તેમને રૂપિયા 17 કરતા વધારે નાણા મળશે. બંને એકબીજાના અનુસંધાનમાં વધઘટ થાય છે.

સામાન્ય રીતે જોઇએ તો વિદેશમાં કામ કરતા અનેક ભારતીયો સ્વદેશમાં નાણા મોકલાવવાનું રોકી રાખે છે અને સારો ભાવ મળે તેની રાહ જોવે છે. ભારતમાં ડોલર સામે રૂપિયો કેવું પરફોર્મ કરે છે તેના આધારે સાઉદી રિયાલ, કતારી રિયાલ અને એઇડી દિરહામ કે મિડલ ઇસ્ટના દેશોના ચલણના રેટ્સ નક્કી થતા હોય છે.

NRIsએ અત્યારે નાણા જાળવી રાખવા જોઇએ કે સ્વદેશ મોકલાવવા જોઇએ?

વર્તમાન સમયમાં ડોલર સામે રૂપિયો 63.62ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં રૂપિયો 64ની સપાટીએ પહોંચી શકે છે. તેનો અર્થ એ થયો કે વિદેશમા રહેતા ભારતીયોને તેમના સ્થાનિક ચલણના બદલામાં વધારે સારો ભાવ મળી શકે છે. આ કારણે વર્તમાન સમયમાં તેમણે નાણા સાચવી રાખવા જોઇએ અને થોડા સમય બાદ સ્વદેશ મોકલવા જોઇએ.

રૂપિયો શા માટે ઘટશે?
હવે આપણે એ જોઇએ કે આગામી સમયમાં ડોલર સામે રૂપિયો શા માટે ઘટી શકે એમ છે? ભારતીય રૂપિયાની કમજોરી એ છે કે તે ઉભરતા બજારોમાં થતી હલચલને કારણે તરત અસર પામે છે. રશિયન રૂબલમાં ઘટાડો થતા જ રૂપિયો પણ ગગડી પડ્યો હતો.

ભારતની વેપાર ખાધ પણ નકારાત્મક છે. ફોરેન ફંડ્સ ખરીદવા ડોલર ખરીદવાને કારણે રૂપિયા પર દબાણ વધ્યું છે. આ કારણે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. જેના પગલે આગામી એક મહિનામાં રૂપિયો 65ની સપાટીએ પહોંચી શકે તો નવાઇ નથી.

માર્કેટ એક્સપર્ટ જણાવી રહ્યા છે કે જો ડોલર સામે રૂપિયો 65ના સ્તરે પહોંચશે તો દુબઇમાં કામ કરનારાઓને દિરહામ સામે રૂપિયા 17.80નો ભાવ મળશે.

English summary
Should NRIs Start Repatriating Money As Rupee Nears 64 vs Dollar?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X