For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓ માટે સ્મોલ બિઝનેસ આઈડીયા-સ્મોલ ઈવેન્ટ પ્લાનર

|
Google Oneindia Gujarati News

શું તમે ફુલ ટાઈમ જોબ નથી કરી શક્તા? શું ઘરે બેસીને કંટાળી ગયા છો? જો આ તમામ પ્રશ્નોનો જવાબ હા હોય તો ઉઠો અને તમારી સોસાયટીના સભ્યો, સગા, તેમજ મિત્રોની યાદી બનાવો. તમને થશે યાદી બનાવીને શું થશે? જી હા

હવે તમને જે એકસ્ટ્રા ઈન્કમ થવાની છે તે તેમના થકી જ થવાની છે. તમે વિચારમાં પડ્યાં હશો કે એ કેવી રીતે? પરંતુ એ જણાવતા પહેલા અમે તમને તમારા પાડોશી શુક્લાજીના ઘરે લઈ જઈશું.

શુક્લાજી અને તેમના પત્ની ઘણાં જ વ્યસ્ત રહે છે. પાછલા વર્ષે તેમની નાનકડી દિકરીનો બર્થ ડે સારી રીતે સેલીબ્રેટ કરવા માટે તેમને સમય નહોતો મળ્યો. જો કે દિકરીનું મન રાખવા નાની કેક કાપી, તેમની દિકરીના મિત્રોને બોલાવી બર્થડે સેલીબ્રેટ કરી મન મનાવી લીધુ. શું શુક્લાજી તેમની દિકરીનો જન્મદિવસ સારી રીતે નહોતા મનાવવા ઈચ્છતા? આવા ઘણાં કપલ્સ, અથવા મિત્રો કે સગા વહાલા હશે જે તેમની વ્યસ્તતાના કારણે નાના સેલીબ્રેશન નહીં કરી શક્તા હોય. બસ આવા જ વ્યસ્ત લોકોની નાની નાની ઈવેન્ટસને પ્લાન કરવાનું કામ એટલે "Small Event Planner".

1

1

આ કાર્યની શરૂઆત કરતા પહેલા સર્વે કરી શકાય. જેના પરથી તારણ કાઢી શકાય કે આ બીઝનેસ કેટલો સફળ રહેશે. સર્વેમાં કેટલાક પ્રશ્નોનો સમાવેશ કરાય.

2

2

શું આપ આપના બાળકો કે ઘરના સદસ્યોની બર્થ ડે, મેરેજ એનિવર્સરી, કીટી પાર્ટી, બેચલર્સ પાર્ટી, પ્રમોશન પાર્ટી, સ્મોલ ગેટ ટુ ગેધર વગેરે સેલિબ્રેટ કરો છો?

વિકલ્પ:- (A) હા, (B) ના, (C) વિચારી શકાય

3

3

નાના ફંક્શન માટે આપની પાસે સમય રહે છે?

વિકલ્પ: (A) હા, (B) ના, (C) ઈચ્છવા છતા નથી રહેતો

4

4

એક નાના ફંક્શનમાં આપને કેટલો ખર્ચ થાય છે?

વિકલ્પ: (A) 2000થી 4000 સુધી, (B) 5000થી 10,000 સુધી (C) 10,000થી 20,000 સુધી

5

5

શું આપના બજેટની અંદર જ અન્ય કોઈ બધું જ પ્લાન કરી આપે તો આપ કરાવશો?

વિકલ્પ:- (A) હા, (B) ના, (C) વિચારી શકાય

6

6

જો કોઈ સ્મોલ ઈવેન્ટ પ્લાનર આપના ફંક્શનને ઓર્ગેનાઈઝ કરી આપે તો તમે શું શું ઈચ્છશો?


આપના બાળકો, માતા-પિતા, પતિ-પત્નીની બર્થ ડે/એનિવર્સરી ક્યારે હોય છે?

7

7

ત્યારબાદ સ્થાનીક દુકાનદારો, સર્વિસ પ્રોવાઈડર, કેટરર્સ વગેરે સાથે કોન્ટેક્ટ

ટીમની રચના (પાર્ટ ટાઈમ જોબ સીકર્સ)

અને રોકાણનું આયોજન

આ પ્રકારના બિઝનેસમાં ક્રીએટીવીટી, કામ કરવાનો આનંદ, પરિવાર માટે સમય, અને આવક પણ મળે છે.....

English summary
Small business idea for women. Wedding Planner business gives you money as well as good job for women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X