For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પાઇસજેટ આપને માત્ર 599 રૂપિયામાં કરાવશે હવાઇ મુસાફરી!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: દેશની સસ્તી વિમાનસેવા કંપની સ્પાઇસજેટે માત્ર 599 રૂપિયામાં હવાઇ યાત્રાની નવી યોજના શરૂ કરી છે. હા, થોડું આશ્ચર્યજનક લાગે છે પરંતુ આ વાત સાચી છે કે આપ માત્ર રૂપિયા 599માં હવાઇ મુસાફરી કરી શકશો.

કંપનીની આ યોજના બુધવારથી 3 દિવસ માટે ચાલુ રહેશે. 'ટ્રેન કરતા સસ્તી ટિકિટ' નામથી આ સ્કીમમાં 3,499 રૂપિયામાં વિદેશ યાત્રાની પણ ઓફર છે. સ્પાઇસજેટની અત્યાર સુધીની આ સૌથી સસ્તી ટિકિટની યોજના છે.

spicejet
એરલાઇન્સ અનુસાર આ યોજના હેઠળ મુસાફરો શુક્રવાર સુધી, 1 જુલાઇથી લઇને 24 ઓક્ટોબર સુધીની હવાઇ મુસાફરી માટેની ટિકિટ બુક કરાવી શકે છે. આ યોજનામાં લગભગ 4 લાખ ટિકિટ વેચાઇ ગઇ છે. કંપની હૈદરાબાદથી વિજયવાડા, દિલ્હીથી દેહરાદૂન, ગુવાહાટીથી કોલકાતા, અમદાવાદથી મુંબઇ, અને બેંગલુરુથી હૈદરાબાદની ટિકિટ 599 રૂપિયામાં આપી રહી છે.

આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીના ભાડા 3,499 રૂપિયાથી શરૂ થશે, જોકે કોલંબો, કાબુલ, દુબઇ-અમદાવાદ-દુબઇ રૂટ પર આ યોજના લાગુ નહીં થાય. સ્પાઇસજેટની છેલ્લા 2 અઠવાડીયાની અંદર ટિકિટ વેચાણની આ ચોથી સેલ છે.

English summary
SpiceJet announces 'flash sale', tickets starting from Rs 599.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X