For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 5 શહેરોમાં રોજ બદલાશે ડિઝલ પેટ્રોલના ભાવ?

તેલ કંપનીઓએ 5 શહેરો પસંદ કર્યા છે. જ્યાં રોજ તેલના ભાવમાં બદલાવ આવી શકે છે. આ શહેર છે પોન્ડીચેરી, વાઇઝેગ, ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢ. જાણો કેમ આ પાંચ શહેરો જ પર આ નિયમ લાગુ થયો છે.

|
Google Oneindia Gujarati News

પીટીઆઇમાં છપાયેલી ખબર મુજબ સરકારી તેલ કંપનીઓ રોજ તેલના ભાવની સમીક્ષા કરવાની યોજના બનાવી રહી છે. જેના કારણે રોજ તેલની કિંમતમાં બદલાવ થઇ શકે છે. આ યોજના માટે કેટલીક સરકારી તેલ કંપનીઓએ આ પ્લાન પર ટેસ્ટ કે ટ્રાયલ લેવાનું પણ શરૂ કરી દીધુ છે. જે અંતર્ગત પાંચ શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં રોજના તેલના ભાવમાં બદલાવ થઇ શકે છે. આ શહેર છે દક્ષિણ ભારતનું પોન્ડીચેરી, વાઇઝેગ, ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢ. આ પાંચ શહેરોની તેલની કિંમતોની રોજની તેલની સમીક્ષા કરવામાં સફળતા રહી તો આ વાતને સમગ્ર દેશમાં પણ લાગુ કરવામાં આવશે.

પહેલા 15 દિવસનો નિયમ

પહેલા 15 દિવસનો નિયમ

પહેલા 15 દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ બદલાતા હતા. પણ હવે નવી વ્યવસ્થા મુજબ રોજ તેલના ભાવ બદલાઇ શકે છે. સરકારી તેલ કંપનીઓએ આ યોજના બનાવી છે. જે મુજબ અન્ય વિકસિત શહેરો પ્રમાણે ભારતમાં પણ ડિઝલ અને પેટ્રોલની કિંમતની રોજ સમીક્ષા કરવામાં આવશે. જેને શરૂઆત તો પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ લાગુ કરવામાં આવશે. જેમાં પાંચ રાજ્યોથી શરૂઆત થશે.

1 મેથી શરૂઆત

1 મેથી શરૂઆત

ડિઝલ અને પેટ્રોલની કિંમતની રોજ સમીક્ષા કરવામાં આવશે આ નવી વ્યવસ્થાને 1 મેથી લાગુ કરવામાં આવશે. જો કે હાલ તો ખાલી આ પાંચ રાજ્યોમાં જ ઉપરોક્ત વ્યવસ્થાની શરૂઆત થશે અને અન્ય તમામ જગ્યાએ દર 15 દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવશે.

નવો પ્રયાસ

નવો પ્રયાસ

ભારતમાં લગભગ 95 ટકા બજાર પર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમનો કબ્જો છે. આ કંપનીઓ હવે તે રીત શોધવામાં લાગી છે કે જેથી રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ બદલી શકાય. આ અંગે તેલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને મંત્રાલય દ્વારા તેલ કંપનીના અધિકારીઓ સાથે મુલાકાત કરવામાં આવી છે.

સરળ પ્રક્રિયા

સરળ પ્રક્રિયા

એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે લાંબા સમયથી આ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી. આજની ટેકનોલોજીના કારણે મોટા ભાગના પેટ્રોલ પંપ ઓટોમેશન, ડિઝિટલ ટેકનોલોજી અને સોશ્યલ નેટવર્કથી જોડાયેલા છે. જેના કારણે દેશ ભરમાં આવેલા 53,000થી વધુ પેટ્રોલ પંપો પર કિંમતો બદલવાનું કામ સરળતાથી કરી શકાશે.

ગ્રાહકને શું ફાયદો થશે.

ગ્રાહકને શું ફાયદો થશે.

પેટ્રોલ અને ડિઝલની રોજ રોજ સમીક્ષા કરવાથી અચાનક ઘટાડો કે અચાનક વધારો નહીં થાય. તેનાથી ગ્રાહકોને પણ ફાયદા તે થશે કે તે કિંમત અચાનક જ વધવાના આંચકાથી બચી જશે. જો કે સાથે જ તમે ઓછી કિંમતમાં પેટ્રોલ કે ડિઝલ ભરાવી પોતાનો ફાયદો પણ નીકાળી શકો છો.

English summary
State owned oil companies to revive fuel price daily in these five cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X