For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કંપનીઓ માટે શેરનું વેચાણ અઘરું બનશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 30 ઓક્ટોબર : આજ કાલ શેરવેચાણ દ્વારા મૂડી એકત્ર કરવાની યોજના બનાવી રહેલી કંપનીઓને રોકાણકારો શોધવામાં મુશ્કેલી પડી રહી છે. આ પાછળનું કારણ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોકાણના મૂલ્યમાં થયેલા 50 ટકા જેટલી જંગી ધોવાણને પગલે સંસ્થાકીય રોકાણકારોએ રોકાણ કરતા સમયે સાવચેતી રાખવાનું શરૂ કરતા આ સ્થિતિ આવીને ઉભી છે.

આ સ્થિતિને પગલે કંપનીઓ ભંડોળ એકત્ર કરવાની યોજના પડતી મૂકી રહ્યા છે અથવા ઓફર ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી રહી છે. આ અંગે માર્કેટ પર સતત નજર રાખી રહેલા લોકોનું કહેવું છે કે રોકાણકારો તરફથી માર્કેટમાં સારો રિસ્પોન્સ મળતો નહીં હોવાથી ઓછામાં ઓછી સાત કંપનીઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

stockmarkets-1

આ સાત કંપનીઓમાં જે પી એસોસિએટ્સ, જે પી ઇન્ફ્રાટેક, એસ્ટ્રલ પોલિટેક અને જીવીકે પાવર ઉપરાંત જાહેર ક્ષેત્રની બેંકો ઇન્ડિયન ઓવરસીઝ બેંક (આઇઓબી) અને આઇડીબીઆઇ બેંકનો સમાવેશ થાય છે. આ કારણે સરકારના મહત્વકાંક્ષી ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને ફટકો પડી શકે છે.

આ ઉપરાંત બેંકો જેવી કે આઇઓબી અને આઇડીબીઆઇના કિસ્સામાં તેમની બિનકાર્યક્ષમ અસ્કામતો (એનપીએ)ને કારણે રોકાણકારો શોધવામાં મુશ્કેલી નડી રહી છે.

ભારતીય કંપનીઓને શેર્સના વેચાણમાં તકલીફ પડી રહી છે તેનું એક કારણ એ પણ છે કે વિદેશી રોકાણકારોના રસમાં ઘટાડો થઇ રહ્યો છે. ઓક્ટોબરમાં એફઆઇઆઇએ રૂપિયા 3200 કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે.

English summary
Stock sales become difficult for companies in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X