For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાની આયાત વધતા ચાલુ ખાતા ખાધ વધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 નવેમ્બર : દેશમાં સોનાની આયાત વધવાથી સરકાર ચિંતિત છે. તેના કારણે દેશની ચાલુ ખાતા ખાધ (સીએડી) પણ વધી રહી છે. સોનાની આયાત ઘટાડવાના સંદર્ભમાં સરકાર અને આરબીઆઇમાં વાતચીત ચાલુ છે. જેના સંદર્ભમાં ટૂંક સમયમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત આંકડા અનુસાર ફેસ્ટિવલ સીઝનમાં ડિમાન્ડ વધવાને કારણે ઓક્ટોબરમાં સોનાની આયાત અંદાજે 4 ગણી વધીની 4.17 અબજ ડોલર પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે આ જ સમયગાળા દરમિયાન સોનાની આયાત 1.09 અબજ ડોલર રહી હતી.

gold-bar-in-hand

વધારે આયાત થવાને કારણે ભારતની ખાધ વધીને 13.35 અબજ ડોલર થઇ ગયો છે. જો કે ઓક્ટોબર 2013માં 10.59 અબજ ડોલર હતો. ટેકનિકલ રીતે જોવામાં આવે તો ભારતના સીએડી વર્ષ 2012-13ના ઐતિહાસિક ઊંચાઇ એટલે કે જીડીપી 4.8 ટકાને સ્પર્શી ગયો હતો. ચાલુ ખાતુ એટલે કે સીએડીનો અર્થ એ થાય છે કે દેશમાં વિદેશી ચલણ કેટલું અંદર આવે છે અને કેટલું બહાર જાય છે.

બીજી તરફ આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એસ એસ મુંદરાએ જણાવ્યું કે ગોલ્ડ ઇમ્પોર્ટમાં વધારો થતા તેને ઓછી કરવા માટે કેટલાક નક્કર પગલાં લેવાની જરૂર છે.

English summary
Surge in Gold imports widened trade deficit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X