ટાટા મોટર્સની કારમાં 50 હજાર સુધીનો ઘટાડો

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

ટાટા મોટર્સની કારમાં 50 હજાર સુધીનો ઘટાડો
મુંબઇ, 4 માર્ચ: કાર બજારમાં જોવા મળતી નરમાઇને જોતાં ટાટા મોટર્સે પોતાના વેચાણમાં વધારો કરવા માટે વિભિન્ન મોડલો પર 29 હજાર થી માંડીને 50 હજાર સુધી સુધી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આનો લાભ ગ્રાહકોને તે મોડલ પર પણ જે મોડલો પર પહેલાંથી ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. કંપનીએ પહેલાં જ ઇન્ડિકા, ઇંડિગો, વિસ્ટા અને માંજા પર 25થી 30 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટની ઓફર આપી છે. કંપનીએ જો કે નેનોના ભાવ ઘટાડવા અંગે કોઇ નિર્ણય કર્યો નથી.

ટાટા મોટર્સના એક ડીલરના જણાવ્યા અનુસાર કંપનીએ ઇન્ડિકા અને માંજાની એમઆરપી પર 50 હજાર રૂપિયા ઘટાડી દિધા છે. જેથી તેને માંગ ઝડપથી વધશે તેવી આશ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડીલરના અનુસાર કંપનીએ સ્ટોકમાં પડેલી વિભિન્ન મોડલો પર 25 થી 30 હજાર કારો માટે ગ્રાહકો રાહ જોઇ રહ્યાં છે. કંપની તેમની કારોને માર્ચના અંત સુધી પોતાના સ્ટોકમાં કાઢવા માંગે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કંપનીની કારો અને એસયુવીના વેચાણમાં 62 ટકાનો ઘટાડો થતાં 10 હજાર 613ના એકમ પર પહોંચી ગઇ છે.

કાર બજારના વિશેષજ્ઞોના અનુસાર કારોના વેચાણમાં નરમાઇ જોતાં ટાટા મોટર્સ પોતાના જમા સ્ટોકને કાઢવા માટે ભાવમાં ઘટાડો કરવાની સાથે માંગ અનુસાર ઉત્પાદન નિતી પર ધ્યાન આપી રહી છે. જો કે કંપની એક્સાઇઝ ડ્યૂટી વધાર્યા બાદ એસયૂવીના ભાવમાં 20 હજાર થી માંડીને 35 હજાર રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીએ વધતા જતા ખર્ચને ધ્યાનમાં રાખી સૂમો, સફારી અને આરિયાના ભાવમાં 7,500 થી માંડીને 11 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે. નવી એક્સાઇઝ ડ્યૂટીથી તેના ભાવમાં 20 હજારથી માંડીને 35 હજાર સુધી વધી જશે. બજેટમાં એસયુવી પર એક્સાઇઝ ડ્યૂટીમાં 3 ટકાથી વધીને 30 ટકા કરવાના નિર્ણય બાદ ભાવમાં વધારો થયો છે.

English summary
Tata Motors, India’s largest automaker by revenues, has slashed the prices of its hatchbacks and sedans by up to Rs 50,000, to stimulate sagging sales.
Write a Comment
AIFW autumn winter 2015

My Place My Voice