For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટાએ ચીનમાં શરૂ કરી લેન્ડરોવરની ફેક્ટરી

|
Google Oneindia Gujarati News

ચાંગ્શૂ(ચીન), 22 ઓક્ટોબર :ટાટા જગુઆર લેન્ડ રોવરે આજે ચીનના ચાંગ્શૂ ખાતે વિધિવત રીતે 1.7 અબજ ડોલરના ખર્ચે નિર્મિત ફેક્ટરીનું 21 ઓક્ટોબરના રોજ ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ટાટા મોટર્સ દ્વારા રેન્જ રોવરની રજૂઆત કરવામાં આવી હતી. આ જગુઆર લેન્ડ રોવર (જેએલઆર - JLR)ની પ્રથમ વિદેશી ફેક્ટરી છે. તેને વિશ્વના કાર માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે ટાટાએ બનાવી છે.

આ ફેક્ટરી ચીનની ચેરી ઓટોમોબાઇલ કંપનીની સાથે એક સંયુક્ત સાહસના રૂપમાં શરૂ કરવામાં આવી છે.અહીથી જ વર્ષ 2016માં જગુઆરનું એક નવું મોડેલ રજૂ કરવાની પણ તૈયારી છે. આ પ્રસંગે ટાટડા સમૂહના પૂર્વ ચેરમેન રતન ટાટા અને ગ્રુપના વર્તમાન ચેરમેન સાયરસ મિસ્ત્રિ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બ્રિટન અને ચીનના અનેક અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

jaguar-land-rover-1

આ ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા વર્ષે અંદાજે 1.30 લાખ વાહનોનું નિર્માણ કરવાની છે. અહીં નિર્મિત વાહનોનો પહેલો બેચ માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ચીનમાં જેએલઆર બ્રાન્ડને સૌથી વધારે લક્ઝુરીયસ વાહન બ્રાન્ડ માનવામાં આવે છે.

આ અંગે જેએલઆરના અધિકારીઓએ જણાવ્યું કે નવી ફેક્ટરી માર્કેટમાં 1.7 અબજ ડોલરથી વધારે હિસ્સો ધરાવે છે. લેન્ડ રોવર અમીરોનું લોકપ્રિય સાધન છે.

English summary
Tatas' Launch Land Rover From Factory in China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X