For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાઇ મોબાઇલ માટે લધુત્તમ ઇન્ટરનેટ સ્પીડ નિર્ધારિત કરશે

|
Google Oneindia Gujarati News

મોબાઇલમાં વાયરલેસ ઇન્ટરનેટ સેવામાં સ્પીડને લગતી અસંખ્ય ફરિયાદોથી પરેશાન ટ્રાઇએ હવે આગામી ટૂંક સમયમાં મોબાઇલ ઇન્ટરનેટની લઘુત્તમ સ્પીડ નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. ટેલિકોમ કંપનીઓ નિર્ધારિત સ્પીડ મુજબ ઇન્ટરનેટની સેવા આપવા બંધાયેલી રહેશે.

ટ્રાઇએ આ અંગે જાહેર કરેલા એક દસ્તાવેજમાં કહ્યું છે, ઉપભોક્તાઓ તરફથી ડાઉનલોડની ધીમી સ્પીડને લઈને અનેક ફરિયાદો મળી છે. આ મુદ્દે લાંબી વિચારણા બાદ લાગે છે કે વાયરલેસ ડેટા સર્વિસ માટે લધુત્તમ સ્પીડ઼ની મર્યાદા હોવી જોઈએ. હાલમાં આવી કોઈ જ મર્યાદા નિશ્ચિત નથી.

internet-speed

3જી કંપનીઓ મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ 7.1 એમબીપીએસથી 21 એમબીપીએસ આપવાનો વાયદો કરે છે. 7.1 એમબીપીએસની સ્પીડમાં મોબાઇલમાં આખી ફિલ્મ માત્ર 12થી 14 મિનિટમાં ડાઉનલોડ કરી શકાય છે. કંપનીઓએ હાલ ટ્રાઇની જે લઘુત્તમ સ્પીડ જણાવી છે તે 399 કેબીપીએસથી 2.48 એમબીપીએસ છે.

ટ્રાઇને જાણવા મળ્યું છે કે એક ખાનગી કંપની દ્વારા આપવામાં આવી રહેલી લઘુત્તમ ઇન્ટરનેટ સ્પીડ તો બ્રોડબેન્ડ કહી શકાય એટલી પણ નથી. ટ્રાઇના નિયામકનું માનવું છે 3જી અને સીડીએમએ ઇવીડીઓ સેવા માટે લઘુત્તમ ડાઉનલોડ સ્પીડ 95 ટકા સફળતાના દરની સાથે એક મેગાબિટ પ્રતિ સેકેન્ડ હોવી જોઈએ.

જીએસએમ અને સીડીએમએ 2જીની બાબતે લઘુત્તમ સ્પીડ 56 કિલોબિટ પ્રતિ સેકન્ડ તેમજ સીડીએમએ હાઇસ્પીડ માટે 512 કેબીપીએસ હોવી જોઈએ. ટ્રાઇએ આ વિશે લોકો પાસેથી5 મે સુધી મત જણાવવા કહ્યું છે. જે બાદ 12 મે પછી આ વિશે કોઈ પગલાં લેવાશે.

English summary
Telecom regulator TRAI will soon fix the minimum download speed the telecom operators will have to deliver for wireless data services.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X