For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ લોન્ચ કરેલી સ્કીમ "ઉડ્ડાન" વિષે જાણવા જેવું બધું જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શિમલામાં ઉડ્ડાન યોજનાની શરૂઆત કરી. આ સ્કીમ હેઠળ એક કલાકની ઉડ્ડાન માટે ભાડુ 2500 રૂપિયા સુધી નિર્ધારિત કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાને ગુરુવારે શિમલામાં ઉડ્ડાન યોજનાની શરૂઆત કરી. પીએમ મોદીએ ઉડ્ડાનની પહેલી ફ્લાઇટ શિમલાથી દિલ્હીનું આજે ઉદ્ધાટન કર્યું. આ સ્ક્રીમનું નામ ઉડ્ડાન (ઉડે દેશનો સામાન્ય નાગરિક) રાખવામાં આવ્યું છે. આ સ્ક્રીમના લોન્ચિંગ વખતે પીએમ મોદીએ કહ્યું કે ઉડ્ડાન સેવા લોકોનો સમય બચાવશે. તેમણે કહ્યું કે ટેક્સીમાં જો તમારે 10 રૂપિયા લાગશે તો આ નવી સેવા દ્વારા તમારે ખાલી 6-7 રૂપિયા ખર્ચ કરવો પડશે. આમ પીએમ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ સેવા ટેક્સી કરતા પણ સસ્તી છે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.

Read also: કેમ 29.54 રૂપિયામાં મળતું પેટ્રોલ તમને 77.50 રૂપિયા મળે છે? જાણોRead also: કેમ 29.54 રૂપિયામાં મળતું પેટ્રોલ તમને 77.50 રૂપિયા મળે છે? જાણો

ત્યારે શું છે આ સ્ક્રીમ અને તમે કેવી રીતે તેનો ફાયદો લઇ શકો છો તે અંગે વિગતવાર જાણો અહીં....

નાના શહેરોને જોડવા

નાના શહેરોને જોડવા

ઉડ્ડાન યોજના ભારતની એવિએશન પોલીસીનો જ એક ભાગ છે. જે અંતર્ગત દેશના નાના શહેરોને હવાઇ માર્ગથી જોડવામાં આવશે. તેમાં એવા સ્થળો જોડવામાં આવ્યા છે જેનું એક જગ્યાએથી બીજી જગ્યાએનું અંતર એક કિલોમીટર કે તેનાથી પણ ઓછું હોય.

ટિયર 2 શહેરો

ટિયર 2 શહેરો

આ સ્થળોમાં શિમલાથી દિલ્હી, હૈદરાબાદથી નાનદેડ જેવી જગ્યાઓને સમાવવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું છે કે આમ કરવાથી દેશના ટિયર 2 અને ટિયર 3 સીટીને દેશ સાથે જોડવામાં આવશે. અને તેનાથી વિકાસને ફાયદો થશે. વળી શહેરો સાથે હવાઇ કનેક્ટિવીટી મળતા બન્ને પક્ષે ફાયદો થશે.

2,500 રૂપિયા શરૂઆતી ભાડુ

2,500 રૂપિયા શરૂઆતી ભાડુ

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સસ્તી વિમાન સેવા ઉડ્ડાન ખાલી 2500 રૂપિયા સુધીનું ભાડું ધરાવે છે. આ માટે તમારે 2500 રૂપિયા કે તેનાથી પણ ઓછા ચૂકવવા પડશે. વધુમાં તેમણે કહ્યું કે દેશમાં નોર્થ ઇસ્ટના રાજ્ય એર કનેક્ટિવિટીથી ખૂબ જ ઓછા જોડાયેલા છે. આ ઉડ્ડાન સ્કીમનું ખૂબ જ સસ્તુ ભાડુ તેમાં મદદ કરશે.

એરલાઇન્સ

એરલાઇન્સ

પીએમ મોદીએ પ્રાઇવેટ એરલાઇન્સને સલાહ પણ આપી છે. જેમાં તેમણે કહ્યું કે પ્રાઇવેટ એરલાઇન્સ પટના સાહિબ, અમૃતસર સાહિબ અને નાનદેડ સાહિબને એક એર કોરિડોરના રૂપે વિકસિત કરે તો દુનિયાભરના શીખ શ્રદ્ધાળુઓ અહીં સસ્તી વિમાન સેવા હેઠળ આવી જઇ શકશે.

સામાન્ય લોકો માટે

સામાન્ય લોકો માટે

આ સ્કીમને લોન્ચ કરતી વખતે મોદીએ કહ્યું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે દેશનો સામાન્ય નાગરિક પણ હવાઇ પ્રવાસ કરી શકે. તે વાતને ધ્યાનમાં રાખીને જ તેમની સરકારે પહેલી વાર હવાઇ યાત્રા પોલીસી બનાવી છે. તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે તમામ લોકો ઉડ્ડે અને તમામ સાથે જોડાય.

30 એરપોર્ટ

30 એરપોર્ટ

ઉડ્ડાન 2016માં રિજનલ કનેક્ટિવિટી સ્કીમ ખોલવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું કે ગત 70 વર્ષોમાં 70 થી 75 એરપોર્ટ બનાવવામાં આવ્યા છે પણ તેનો કોઇ કમર્શિયલ ઉપયોગ નથી કરવામાં આવ્યો. આવનારા સમયમાં ઓછામાં ઓછા 30 એરપોર્ટને કમર્શિયલ એક્ટિવિટી હેઠળ જોડવામાં આવશે.

English summary
PM Modi flags off first UDAN flight under Regional Connectivity Scheme, Read here everything about this new scheme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X