For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alert! આ 8 વેબસાઇટ ચોરાવે તમારો આધાર ડેટા, જાણો અને થાવ સતર્ક!

આધાર હવે બધે છે મસ્ટ પણ કાળા કારનામાંને અંજામ આપનાર લોકો આ ડિટેલ કરી રહ્યા છે ખુલ્લેઆમ ચોરી, જાણો આ વેબસાઇટ વિષે જેની સામે થયા છે પોલીસ કેસ.

|
Google Oneindia Gujarati News

યુઆઇડીએઆઇ દ્વારા 8 અનાધિકૃત વેબસાઇટ વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. આ વેબસાઇટ પર આરોપ છે કે તે ગેરકાનૂની રીતે લોકોના આધાર નંબર અને તેમના નામાંકનનું વિવરણ જમા કરાવે છે. નોંધનીય છે કે આવું પહેલી વાર બન્યું છે કે આધાર કાર્ડને લઇને છેતરપીંડીનો કેસ બન્યો હોય. હાલ તો પોલીસે આ આઠ વેબસાઇટ વિરુદ્ધ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પણ તમારે પણ આ પ્રકારની છેતરપીંડીથી બચવા માટે આ આઠ વેબસાઇટના નામ જાણવા જરૂરી બની જાય છે.

Read also:જાણો Aadhar Pay વિષે અહીં.Read also:જાણો Aadhar Pay વિષે અહીં.

નોંધનીય છે કે આધાર કાર્ડ હવે બધી જગ્યાએ જરૂરી છે. તમારા રાશન કાર્ડથી લઇને તમારી બેંક ડિટેલ, તમારા પાન નંબર આધાર સાથે જોડાયેલો છે. અને આ તમામ જાણકારી જો કોઇ ખોટા હાથમાં આવી જાય તો તમારી સાથે જ દેશનો પણ મોટું નુક્શાન થવાની સંભાવના છે. ત્યારે શું છે આ વેબસાઇટ, કેવી રીતે તે ખોટી રીતે તમારી મહત્વની માહિતી ચોરાવે છે તે અંગે વિગતવાર વાંચો અહીં....

આઠ વેબસાઇટના નામ

આઠ વેબસાઇટના નામ

આ આઠ વેબસાઇટના નામ આ મુજબ છે. આધાર અપડેટ ડોટ કોમ, આધાર ઇન્ડિયા ડોટ કોમ, પીવીસી આધાર ડોટ કોમ, આધાર પ્રિંટર્સ ડોટ કોમ, ગેટ આધાર ડોટ કોમ, ડાઉનલોડ આધાર કાર્ડ ડોટ કોમ, આધાર કોપી ડોટ ઇન અને ડુપ્લિકેટ આધાર કાર્ડ ડોટ કોમ. ઉપરોક્ત જણાવેલી તમામ વેબસાઇટ ગેરકાનૂની રીતે તમારો આધાર નંબર અને અન્ય મહત્વની જાણકારી લઇ રહી છે. જે અંગે તમારે સતર્ક રહેવાની ખાસ જરૂર છે.

પહેલા પણ થઇ હતી બંધ

પહેલા પણ થઇ હતી બંધ

યુઆઇડીએઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે કેટલીક અનાધિકૃત વેબસાઇટને પહેલા પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પણ કેટલાક દિવસ પછી તે ફરી ખુલી ગઇ કે પછી અન્ય નામથી ખોલવામાં આવી. આ તમામ વસ્તુને રોકવા માટે હવે યુઆઇડીએઆઇ તરફ આવી તમામ વેબસાઇટ વિરુધ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે.

કંઇ કલમ હેઠળ કેસ છે?

કંઇ કલમ હેઠળ કેસ છે?

આ તમામ વેબસાઇટ વિરુદ્ધ છેતરપીંડી, ધારા 409, આધાર અધિનિયમ 2016ની ધારા 38 અને ધારા 420 એટલે કે છેતરપીંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Read also: આધાર કાર્ડને પાનકાર્ડ સાથે કેવી રીતે જોડશો? શીખો અહીંRead also: આધાર કાર્ડને પાનકાર્ડ સાથે કેવી રીતે જોડશો? શીખો અહીં

શું કરવું?

શું કરવું?

યુઆઇડીએઆઇ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે આધારથી જોડાયેલી કોઇ પણ જાણકારી માત્ર અને માત્ર અધિકૃત વેબસાઇટ ( https://uidai.gov.in/ ) જે અહીં આપવામાં આવી છે તેમાં જ આપે. આ સિવાય સરકારની અન્ય કોઇ વેબસાઇટ નથી. તો અન્ય ક્યાંય પણ આવી ખોટી માહિતી આપવી નહીં. અને જો તમને પણ આવી ખોટી વેબસાઇટની જાણ થાય તો સતર્ક નાગરિક તરીકે તમે પણ પોલીસને આ અંગે જાણ કરી શકો છો. વધુમાં તેમણે આશ્વાસન આપ્યું છે કે સરકાર તરફથી આવી ગેરકાનૂની વેબસાઇટ વિરુદ્ધ અભિયાન ચાલુ રહેશે.

વધુ વાંચો :

વધુ વાંચો :

જો તમારા આધાર કાર્ડમાં નામ કે સરનામાને લઇને કોઇ ભૂલચૂક હોય તો ઓનલાઇન આ રીતે તેને ઠીક કરો. વિગતવાર જાણો અહીં...

Read also: How To: કેવી રીતે ઓનલાઇન આધારની નામની ભૂલો ઠીક કરવીRead also: How To: કેવી રીતે ઓનલાઇન આધારની નામની ભૂલો ઠીક કરવી

English summary
UIDAI Files Police Cases Against 8 Websites For Collecting Information Of Users. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X