For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2015: આવક કરમાં મળશે છૂટ, આવશે સારા દિવસો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા), જો આપ નોકરીયાત હોવ અથવા આપનો ટેક્સ ઇમાનદારીથી ભરપાઇ કરતા હોવ તો આપને નાણામંત્રી અરૂણ જેટલી આજે આપને રાહત આપવાની જાહેરાત પોતાના બજેટમાં કરી શકે છે. આવક મર્યાદા વધારવાની સાથે સાથે બચત સ્લેબમાં પણ રાહતને વધારી શકાય છે.

નાણામંત્રી અરૂણ જેટલીના આ બજેટથી ઉદ્યોગ જગત, કોર્પોરેટ વિસ્તાર અને સામાન્ય માણસને મોટી આશાઓ છે. આની વચ્ચે જાણકારોનું કહેવું છે કે નાણામંત્રી નાના ઉદ્યમીઓને મંદીની સ્થિતિને જોતા બેંક લોનના વ્યાજમાં કાપ મૂકી શકે છે. નાના ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે નવા વિકલ્પોની જાહેરાતની પણ આશા સેવાઇ રહી છે.

arun jaitley
આવશે સારા દિવસો
દરેક ક્ષેત્રો સારા દિવસોની વાત પર તમામ રાહતોની રાહ થકી રહ્યા છે, પરંતુ જાણકારોનું માનીએ તો બજેટ લોકલુભાવના વાળું નહીં હોય. આર્થિક સમીક્ષામાં આ સૂચન સામે આવ્યું છે કે સબસિડીને તર્કસંગત બનાવવામાં આવે જેથી આર્થિક બોઝને ઓછું કરી શકાય.

જાણકારોનું માનીએ તો સરકાર આર્થિક સુધારો પર જ આ વખતે ભાર મૂકશે. ઉદ્યોગ જગતને આશા છે કે સરકાર કરનું સરલીકરણ કરશે. એ પણ આશા સેવવામાં આવી રહી છે કે સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂડીમાં કપાત કરવામાં આવશે.

માનવામાં આવ્યું રહ્યું છે કે હાઉસિંગ સેક્ટરને રાહત મળી શકે છે. ગેસ સબસિડી માટે સ્લેબ બનાવવાની ચર્ચાની વચ્ચે લોકોને આશા છે કે સરકાર સબસિડી ચાલુ રાખશે.

English summary
Common man will get relief in Income Tax slabs in Budget. Budget will be presented by Arun Jaitely today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X