For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિક્રમ સંવત 2070 રોકાણકારો માટે શ્રેષ્ઠ રહ્યું, છેલ્લા 5 વર્ષમાં સૌથી ઊંચું રિટર્ન આપ્યું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 21 ઓક્ટોબર : ભારતમાં વિક્રમ સંવત 2070 ભારતીય બજાર માટે છેલ્લાં પાંચ સંવતમાં સૌથી શ્રેષ્ઠ સાબિત થશે એમ લાગી રહ્યું છે. નવા સંવતના મુહૂર્ત ટ્રેડિંગને બે ટ્રેડિંગ સત્રો બાકી છે ત્યારે 2070 દરમિયાન બીએસઇ સેન્સેક્સે 24 ટકાનું વળતર આપ્યું છે.

આ અંગે બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સના જણાવ્યા અનુસાર વિક્રમ સંવત 2070માં મોટા ભાગનું વળતર સંવતની ઉત્તરાર્ધમાં જોવા મળ્યું છે. જેનું મુખ્ય કારણ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સ્થિર સરકાર હતું. તાજેતરમાં છેલ્લાં ત્રણ સપ્તાહ દરમિયાન જોકે બજાર વૈશ્વિક ઘટાડા પાછળ નરમાઈ દર્શાવી રહ્યું છે. અન્ય બજારોની સરખામણીમાં તેનો દેખાવ ચઢિયાતો રહ્યો છે.

market-bull-1

સંવત 2070 દરમિયાન સૌથી મહત્ત્વની બાબત એ હતી કે ભારતીય બેન્ચમાર્કે કોઈ મોટા કરેક્શન વિના નવી ટોચ બનાવાનું ચાલુ રાખ્યું હતું અને તે અગાઉની 21,000ની ટોચને મોટા માર્જિનથી પાર કરી 27,000ની સપાટી સુધી પહોંચ્યો હતો.

બજારમાં નોંધપાત્ર સુધારા છતાં રિટેલ રોકાણકારો બજારમાં પ્રવેશતાં ખચકાતા હતા. મે મહિનામાં લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ જોવા મળેલી મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સની તેજીથી કંઈક અંશે રોકાણકારો બજારમાં પ્રવેશ્યા હતા.

જાણો કયા સંવતમાં રોકાણકારોને કેટલું રિટર્ન મળ્યું
વિક્રમ સંવત 2070 - 24 ટકા વળતર
વિક્રમ સંવત 2069 - 14 ટકા વળતર
વિક્રમ સંવત 2068 - 8 ટકા વળતર
વિક્રમ સંવત 2067 - 18 ટકા વળતર
વિક્રમ સંવત 2066 - 21 ટકા વળતર

English summary
Vikram Samvat 2070 is best for investors in last 5 years, given highest returns.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X