For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિસ્તારા દિલ્હી, મુંબઇ, અમદાવાદથી પહેલી ફ્લાઇટ 9 જાન્યુઆરીએ લોન્ચ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બર : ટાટા સિંગાપોર એરલાઇન્સનું જોઇન્ટ વેન્ચર એરલાઇન વિસ્તારાએ ગુરુવારે જાહેરાત કરી છે કે તે 9 જાન્યુઆરી, 2015થી તેની પ્રથમ ફ્લાઇટ સેવા શરૂ કરશે. આ ફ્લાઇટ સેવા દિલ્હીથી મુંબઇ અને અમદાવાદની હશે.

ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સના 51:49 ટકા વેન્ચરની એરલાઇન્સની સંપૂર્ણ સેવાઓ માટેના બુકિંગ આજે રાત્રે 22.30 વાગ્યાથી શરૂ કરી શકાશે. તેનું મુખ્ય હબ દિલ્હી રહેશે. ત્યાંથી પ્રારંભિક રીતે મુંબઇ અને અમદાવાદની ફ્લાઇટ્સ શરૂ થશે.

vistara-1

વિસ્તારા 148 સીટરની એરબસ A320-200નો ઉપયોગ કરવાની છે. તેમાં 16 સીટ્સ બિઝનેસ ક્લાસ માટે 36 સીટ્સ પ્રિમિયમ ઇકોનોમી ક્લાસ માટે અને 96 સીટ્સ ઇકોનોમી ક્લાસ માટે છે.

વિસ્તારાના સીઇઓ ફિ ટૈક યોહએ જણાવ્યું કે 'હું વર્તમાન સમયમાં ઘણો એક્સાઇટેડ છું. છેલ્લા ઘણા મહિનાઓથી જેના માટે મહેનત કરી રહ્યા હતા તે હવે વાસ્તવિક રીતે આકાર પામી રહી છે.'

એકવાર ટેક ઓફ થયા પછી વિસ્તારા દેશમાં એર ઇન્ડિયા અને જેટ એરવેઝ બાદ ત્રીજી ફુલ સર્વિસ કરિયર એરલાઇન બની જશે.

English summary
Vistara to launch first flight from January 9 from Delhi to Mumbai and Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X