For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોડાફોને આંતરરાષ્ટ્રીય વોઇસ અને ડેટા રેટમાં ઘટાડો કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઓક્ટોબર : દેશની બીજા નંબરની મોબાઇલ ઓપરેટર કંપની વોડાફોને તેની આંતરરાષ્ટ્રીય સેવાઓના દરોમાં ઘરખમ ઘટાડો કર્યો છે. વોડાફોને તેના પ્રિ-પેઇડ અને પોસ્ટ-પેઇડ ગ્રાહકો માટે કોલ દરોમાં 78% સુધીનો જ્યારે ઇન્ટરનેટના દરોમાં 95%નો ઘટાડો કર્યો છે. આ મુદ્દે અન્ય મોબાઇલ ઓપરેટર કંપનીઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે આ કંપનીઓએ પણ જલ્દી જ તેમના ભાવમાં ફેરફાર કરવાના સંકેત આપ્યા છે.

ઇન્ડિયા સેલ્યૂલરે હાલમાં જ ખૂબ આકર્ષક ઓફરો સાથે અમેરિકા જેવા દેશો માટે વિશેષ પેકેજ જાહેર કર્યા છે. આ નવા દરો લોકલ અને લાંબા અંતરના પ્રાદેશિક તેમજ રોમિંગ ચાર્જ પર લાગુ થશે. જે માત્ર પ્રતિ પૈસા સેકન્ડ રહેશે. ટેલિકોમ કંપનીઓએ અગાઉ જ આંતરરાષ્ટ્રીય દરોમાં વધારો કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરંતુ ઉપભોક્તાઓ હવે આંતરરાષ્ટ્રીય સીમ પ્રોવાઇડર્સમાં તરફ વળી રહ્યા હોઈ કંપનીઓ પોતાના ગ્રાહક ગુમાવી રહી છે.

vodafone-store

સોમવારે વોડાફોને આંતરરાષ્ટ્રીય રોમિંગ માટે રૂપિયા 599 અને રૂપિયા 1,499ના પેકેજ જાહેર કર્યા છે, જેની વેલિડીટી 10થી 30 દિવસ સુધીની રહેશે. આ પેકેજ વિશ્વના 53 દેશો માટે છે. જેમાં યુકે, યુએસ, સિંગાપોર, થાઇલેન્ડ, અને યુએઈ સહિતના દેશોમાં આઉટગોઇંગ અને ઇન્ટરનેશનલ કોલનો ક્રમશ: દર રૂપિયા 15 પ્રતિ મિનિટ અને રૂપિયા 30 પ્રતિ મિનિટ રહેશે. જે વર્તમાન દરોમાં લગભગ 78% જેટલું ડિસ્કાઉન્ટ છે.

ઇનકમિંગ કોલ રૂપ્યૈ 30 પ્રતિ મિનિટ રહેશે, જે વર્તમાન દરોના લગભગ અડધા છે. રૂપિયા 1,499ના પેકમાં 30 મિનિટ સુધી ફ્રીના ફ્રી ઇનકમિંગ કોલ પણ કંપની આપી રહી છે, આ પેકમાં ઇન્ટરનેટના ઉપભોક્તાને વધુ લાભ થશે. 30 MB સુધીનો ડેટા પણ ડાઉનલોડ કરી શકાશે, જ્યારે આતંરરાષ્ટ્રીય રોમિંગમાં 95% સુધીનો ઘટાડો કરાયો છે. ટૂંક સમયમાં જ દેશની અન્ય મોબાઇલ ઓપરેટર કંપનીઓ પણ આવા જ આકર્ષક પ્લાન મૂકશે તેવા સંકેત પણ મળ્યા છે.

English summary
Vodafone slashes international voice and data rates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X