For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ભારતમાં સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કે CDsનો અર્થ શું છે?

|
Google Oneindia Gujarati News

સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કે જેને લોકો સીડીસ (CDs) તરીકે વધારે સારી રીતે જાણે છે તે બીજું કશું નહીં પણ મની માર્કેટનું એક સાધન છે જે બેંકો અને કેટલીક ખાસ ફાઇનાન્શિયલ સંસંથાઓ તેમની ડિપોઝિટ્સમાં રોકવામાં આવેલા નાણાના બદલામાં આપે છે.

CDs કોને કોને આપવામાં આવે છે?
ભાતમાં CDs એફડીમાં રોકાણ કરનાર બધાને આપવામાં આવતું નથી. તે ખાસ કરીને નીચે આપવામાં આવેલી સંસ્થાઓને આપવામાં આવે છે.
A) ભારતમાં કોમર્શિયલ બેંકોને
B) IFCI જેવી ફાઇનાન્શિયલ સંસ્થાઓ

personal-finance-600

કેટલી રકમની ડિપોઝિટ પર CDs આપવામાં આવે છે?
બેંક ડિપોઝિટની જેમ તે નાની રકમ માટે પણ ચૂકવવામાં આવે છે. જો કે આ રકમ એક લાખ રૂપિયા હોવી જોઇએ. આ લઘુત્તમ રકમ સિંગલ ઇશ્યુઅર માટે છે. તેને રૂપિયા 1 લાખના ગુણાંકમાં વધારી શકાય છે.

CDsમાં કોણ રોકાણ કરી શકે છે?
આ રોકાણ સાધન CDsમાં કંપનીઓ, વ્યક્તિઓ, ટ્રસ્ટ, ફંડ, બેંકો અને એસોસિએશન વગેરે રોકાણ કરી શકે છે. રસપ્રદ બાબત એ છે કે RBIના નિયમો અનુસાર નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ કે NRIs પણ CDsમાં રોકાણ કરી શકે છે. જો કે NRIs દ્વારા CDsમાં રોકવામાં આવેલી રકમ તેઓ પોતાના દેશમાં પાછી લઇ જઇ શકતા નથી.

CDsનો મેચ્યોરિટી પીરિયડ
CDsનો મેચ્યોરિટી પીરિયડ રોકાણકારોના પ્રકાર પર નિર્ભર કરે છે. બેંકોને આપવામાં આવતા CDs પર મેચ્યોરિટી પિરિયડ 7 દિવસથી ઓછો નહીં અને એક વર્ષથી વધારે હોતો નથી.

જ્યારે ફાઇનાન્શિયલ સંસ્થાઓ માટે ધોરણો અલગ છે. તેમના માટે એક વર્ષથી ઓછા સમય માટે CDs આપવામાં આવતા નથી. જ્યારે મહત્તમ ગાળો ત્રણ વર્ષનો છે.

CDsને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રાખી શકાતા નથી. તેને ઓન્ડોર્સમેન્ટ કે ડિલિવરી માટે આપવામાં આવે છે. જ્યારે ડિમેટ સ્વરૂપમાં CDs અન્ય ડિમેટમાં જે પ્રક્રિયાથી ટ્રાન્સફર કરવામાં આવે છે તેવી જ રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે.

અહીં નોંધનીય બાબત એ છે કે CDsની સામે લોન આપવામાં આવતી નથી. CDsનું પેમેન્ટ છેલ્લા હોલ્ડરને આપવામાં આવે છે.

English summary
What does certificate of deposit or CDs in India mean?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X