For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રુડની કિંમતો અને FIIsના રોકાણની ભારતીય સ્ટોક માર્કેટ પર કેવી અસર થશે?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 22 ડિસેમ્બર : છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા મંદીના દોર બાદ માર્કેટમાં કરેક્શન જોવા મળ્યું હતું. ત્યાર બાદ આજે ફરી બજારમાં ઘટાડો જોયો અને બધા ગ્લોબલ માર્કેટ સ્થિર થઈ રહ્યા છે.

સ્ટોક માર્કેટમાં નિફ્ટી 8250ના સ્તરની ખુબ જ નજીક છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ટ્રેન્ડ ખરીદીનો જ છે. આ અંગે એક્સપર્ટ્સનું કહેવું છે કે ક્રૂડમાં ઘટાડાની આડઅસર બોન્ડ, ઈક્વિટી અને કરન્સી માર્કેટ પર દેખાઈ શકે છે.જો કે ઓઈલમાં હવે ઘણી હદ સુધી સિથરતા જોવા મળી શકે છે. બીજી તરફ વર્તમાન સ્થિતિને જોતા આઈટી, એક્સપોર્ટ, ટેક્સટાઈલ્સ, ડિફેન્સ જેવા સેક્ટર સારા લાગી રહ્યા છે.

stock-markets-8

ઈમરજીંગ માર્કેટના બોન્ડ વેચાય ત્યારે તેની આડઅસર બધા જ દેશ પર પડે છે. અત્યારે ઉભરતી બજારમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત છે. 2015માં કરન્સી નબળી રહે એ જોતાં એક્સપોર્ટ કંપનીઓને લાભ થશે. વર્ષ 2015 માટે આઈટી, ટેક્સટાઈલ, નિકાસ, ડિફેન્સની થીમ સારી છે.

એફડીઆઈ, એફઆઈઆઈ વચ્ચે ચોખવટ આવી છે, હવે રોકાણકારો નિર્ણય લેશે. ભારત ફોર્જ, બીઈએલ, એલએન્ડટી જેમાં વિદેશી જોડાણ છે તેવી કંપનીને લાભ થશે. આગામી બજેટમાં રોકાણ, મેન્યુફેક્ચરીંગ સેક્ટર માટે જાહેરાત આવી શકે.

બેન્ક અને ઈન્ફ્રા બોન્ડ ઈશ્યૂ કરવાની છૂટ આપી શકે છે. જીએસટી બિલ પાસ થવું પણ પોઝિટિવ છે. વ્યાજ દરમાં અડધા થી પોણા ટકાના ઘટાડાની અપેક્ષા છે. વ્યાજ દરમાં પોણા ટકાનો વધારો થાય તો ઓટો સેક્ટરને લાભ થશે. આઈટી અપગ્રેડેશન બાદ ઓટો એન્સીલરી સેક્ટરને પણ ફાયદો જોવા મળ્યો છે. ટેલીકોમમાં તાજેતરમાં તેજી દેખાતી નથી. એવિએશન સેક્ટરને તેલના ભાવ ઘટાડાનો લાભ થશે.

English summary
What effect of crude price and FIIs investment on Indian stock market?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X