For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : સોનાની ખરીદી માટે ભારતીયો કેટલા ઘેલા છે?

|
Google Oneindia Gujarati News

ભારતમાં સોનાનું માર્કેટ સુવ્યવસ્થિત બને અને ભારતીયો પાસે ઘરમાં રહેલું વારસાગત સોનુ માર્કેટમાં લાવી શકાય તે માટે ભારતમાં ગોલ્ડ પોલિસી તૈયાર કરવાની કવાયત ચાલી રહી છે. આ સંદર્ભમાં ફિક્કી અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા એક સર્વેક્ષણ કરાવવામાં આવ્યું હતું.

આ સર્વેક્ષણમાં ભારતીયોની સોના પ્રત્યેની ઘેલછા, સોનામાં રોકાણ અને સોનાના આભૂષણોની ખરીદી માટેની વિચારસરણી વગેરે બાબતોને ઉજાગર કરે તેવા પ્રકારે હાથ ધરાયો હતો. આ સર્વેક્ષણને આધારે તેમણે કેટલાક સૂચનો આપ્યા છે.

આ મહત્વના સર્વેક્ષણાં ભારતીયોની સોના પ્રત્યેની કેવી ઘેલછા બહાર આવી છે, સર્વેક્ષણના મુખ્ય તારણો શું છે? તે જાણવા માટે આગળ ક્લિક કરો...

આર્થિક સંકટ છતાં સોનાની ખરીદી

આર્થિક સંકટ છતાં સોનાની ખરીદી


77 ટકા ઉત્તરદાતાઓએ વર્ષ 2013માં ઓછામાં ઓછું એક વાર સોનુ ખરીદ્યું છે. જ્યારે 50 ટકાથી વધારે ઉત્તર દાતાઓએ વર્ષ 2013માં એકવારથી વધારે વાર સોનું ખરીદ્યું છે. જે દર્શાવે છે કે આર્થિક સંકટમાં પણ ભારતીયો સોનુ ખરીદે છે.

શ્રૃંગાર અને બચત માટે સોનાની ખરીદી

શ્રૃંગાર અને બચત માટે સોનાની ખરીદી


ભારતીયો બચતની સાથે શ્રૃંગાર માટે પણ સોનાની ધૂમ ખરીદી કરે છે. 77 ટકા ઉત્તરદાતાઓએ સોનાની ખરીદી સુરક્ષિત રોકાણ તરીકે જ્યારે 53 ટકા ઉત્તરદાતાઓએ શ્રૃંગાર માટે અને 50 ટકા ઉત્તરદાતાઓએ બંને હેતુ માટે સોનાની ખરીદી કરી હતી.

સોનાની માંગને ભાવની વધઘટ સાથે ખાસ નિસ્બત નહીં

સોનાની માંગને ભાવની વધઘટ સાથે ખાસ નિસ્બત નહીં


સોનાના ભારતીય ગ્રાહકોના સંદર્ભમાં સાબિત થયું છે કે સોનામાં કિંમતોની વધઘટની ખાસ અસર થતી નથી. 19 ટકા ભાવ વધારા છતાં સોનુ ખરીદવાની ઇચ્છા ધરાવે છે, 34 ટકા ભાવ વધારા સમયે કશું નથી કરતા, 14 ટકા ભાવ વધે તો પણ સોનુ ખરીદે છે, જ્યારે માત્ર 6 ટકા સોનાના ભાવ વધે ત્યારે સોનુ વેચે છે.

ફેમિલી બજેટનો એક ભાગ

ફેમિલી બજેટનો એક ભાગ


સર્વેમાં જોવા મળ્યું છે કે સોનાની ખરીદી ફેમિલી બજેટનો એક ભાગ છે. કુટુંબના બજેટમાં સરેરાશ 8 ટકા હિસ્સો સોનાની ખરીદીનો હોય છે. મેડિકલ ખર્ચ અને શિક્ષણ ખર્ચ બાદ સોનાની ખરીદીનો ખર્ચ આવે છે.

સોનુ રોકાણનું સાધન

સોનુ રોકાણનું સાધન


50 ટકા લોકો સોનામાં રોકાણ કરવા માંગે છે. 12 ટકા લોકોએ ઇચ્છા દર્શાવી છે કે તેઓ સોનામાં રોકાણ કરે. સર્વેમાં જોવા મળ્યું કે કેશ બાદ સોનામાં સૌથી વધારે રોકાણ કરવામાં આવે છે.

English summary
What Indian consumers are thinking about investment in gold, buying gold jewelry? : Survey disclose
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X