For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tax Free લાભ લેવા માટે પીપીએફ (PPF)માં કરો રોકા

વિગતવાર જાણો શું છે પીપીએફ. સાથે જ જાણો કેવી રીતે તમે આની પર ટેક્સ બચાવી શકશો અને શું છે તેના નિયમો

|
Google Oneindia Gujarati News

પીપીએફનો પૂરો અર્થ થાય છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આ એક રોકણ સ્ક્રીમ છે. આ સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા પીપીએફ એક્ટ 1968 હેઠળ ચલાવવામાં આવે છે. આ રોકણ સ્ક્રીમનો ઉપયોગ ભારતભરના લાખો લોકો કરે છે. ત્યારે વિગતવાર અહીં વાંચો શું છે પીપીએફ અને તેના નિયમો શું શું છે.

pf

શું છે પીપીએફ

પીપીએફ એક સરકાર સમર્થિત યોજના છે. જે લાંબા સમય સુધી નાની બચત કરવા માટે બનાવવામાં આવી છે. જેમાં નાણાંની બચત સાથે આકર્ષણ વ્યાજ પણ મળે છે. અને તેનાથી મળતું રિર્ટન સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. આ યોજના હેઠળ ખાતા ગ્રાહકનું એક વિશેષ ખાતું ખોલવામાં આવે છે. જે તમે કેટલા દસ્તાવેજો આપી ખોલાવી શકો છો. આ ખાતામાં એક વર્ષમાં ન્યૂનતમ 500 રૂપિયા અને વધુમાં 1,50,000 રૂપિયા જમા કરાવી શકો છો.

pf

ટેક્સમાં છૂટ

પીપીએફમાં રોકાણ કરનાર વ્યક્તિને આયકર અધિનિયમ ધારા 80C હેઠળ કરમાં છૂટ આપવામાં આવી છે. ત્યાં જ પીપીએફ પર વ્યાજ દર પણ ખૂબ જ સારા મળે છે. વ્યાજથી થતી આવક પર ટેક્સ પણ નથી લાગતો. આ કાર્યક્રમની શરૂઆત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં સ્વ નિયોજીત વ્યક્તિ અને શ્રમિકોના સેવા નિવૃત્તિને સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. પીપીએફને હાલમાં સૌથી સારી કર બચત યોજનામાંથી એક માનવામાં આવે છે.

pf

એક વ્યક્તિ એક ખાતુ

જો કે પીપીએફના પણ કેટલાક નિયમ છે જેમ કે એક વ્યક્તિ એક ખાતું. જો કે જરૂર પડતા સગીરના પક્ષમાં તેના માતા કે પિતા ખાતુ ખોલાવી શકે છે. ત્યારે પીપીએફ કોઇ એનઆરઆઇ દ્વારા નથી ખોલી શકાતું. બે બાળકો હોય તો તમે પરિવારમાં કુલ ચારથી વધુ પીપીએફ એકાઉન્ટ નથી ખોલાવી શકતા.

pf
English summary
PPF is a government backed, long term small savings scheme, which offers safety with attractive interest rate and returns that are entirely exempted from Tax.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X