જાણો GST લાગુ થવાથી શું થશે સસ્તુ અને શું થશે મોંઘું?

જીએસટી લાગુ થવાથી શું થશે સસ્તુ અને શું થશે મોંઘું તે જાણો. સાથે જ જાણો સામાન્ય માણસ પર જીએસટી લાગુ થવાથી શું અસર થશે.

Subscribe to Oneindia News

1 જુલાઇથી કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ જીએસટી તમામ વસ્તુઓ અને સેવાઓ પર લાગશે. ત્યારે આ નવા નિયમ મુજબ કંઇ વસ્તુઓ સસ્તી થઇ અને કંઇ વસ્તુઓ થઇ મોંઘી તે અંગે વિગતવાર જાણો અહીં. ઉલ્લેખનીય છે કે જીએસટી માટે નાણાં પ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલે ગુરુવારે બે દિવસની બેઠક બોલાવી હતી. જેમાં પહેલા દિવસે અલગ અલગ વસ્તુઓ માટે ચાર ભાગમાં જીસીટી દર લગાવવાની વાત કરી હતી. જે મુજબ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના દર નક્કી કરવામાં આવ્યા હતા. અને કુલ 1,211 વસ્તુઓમાં પર આ દર લગાવ્યા હતા, 6 વસ્તુઓ પર કાઉન્સિલે મંજૂરી હજી નથી આપી. અન્ય તમામ વસ્તુઓ પર દર લગાવવામાં આવ્યા હતા. બીડી જેવી વસ્તુઓ પર કેટલું જીએસટી લાગશે તે અંગે હજી કોઇ નિર્ણય લેવાયો નથી.

જીવન જરૂરિયાતની વસ્તુઓ

આ બેઠકમાં 81 ટકા વસ્તુઓ પર જીસીટી 18 ટકાથી ઓછા દર ટેક્સ લગાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ વસ્તુઓ સામાન્ય માણસની રોજિંદી વસ્તુઓમાં આવે છે. જેમ કે ખાંડ, ચા, કોફી, ખાદ્ય તેલ જેની પર 5 ટકા જેવો દર લગાવવામાં આવ્યો છે. જે જીએસટીનો સૌથી ઓછો દર છે. ભાત, દૂધ-દહીં જેવી જીવન જરૂરિયાત વસ્તુઓને જીએસટીમાંથી છૂટ પણ આપવામાં આવી છે. તેવી જ રીતે ટૂથપેસ્ટ, હેર ઓઇલ, સાબુ પર પણ 18 ટકાથી ઓછા દરે જીએસટી લાગશે. હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને 22 થી 24 ટકા ટેક્સ લગાવ્યો છે. સાથે જ મીઠાઇ પર પણ પાંચ ટકા જીએસટી લાગશે.

ઉદ્યોગો માટે

ઉદ્યોગાને ધ્યાનમાં રાખે કોલસા પર પાંચ ટકા જીએસટી લગાવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ તેની પર લગભગ 11.69 ટકા ટેક્સ લાગ્યો. ઠંડા પીણાં પર 28 ટકા જીએસટી લાગશે. જ્યારે નાની કાર ઓછો તો લક્ઝરી કાર પર 15 ટકા ટેક્સ લાગશે. વધુમાં જીવક રક્ષક દવાઓ પર પણ ઓછો ટેક્સ લગાવવામાં આવ્યો છે.

ઉદ્યોગો માટે

અરુણ જેટલીએ જણાવ્યું છે કે જીએસટી લાગુ થવાથી મોંધવારી પર કાબુ મેળવી શકાશે. તેમણે કહ્યું કે કેટલીક વસ્તુઓ પર રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને 33 ટકા કર લઇ લરી છે. જેને આવનારા સમયમાં ઓછા કરીને 28 ટકા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કાઉન્સીલની આ 14મી બેઠક હતી. જે સૌથી પ્રથમ વાર શ્રીનગરમાં થઇ હતી.

શું મોંધુ?

જીસેટી લાગવાથી આઇસ્ક્રીમ, સ્પીકર, ઇન્સટન્ટ ફૂડ, કેમેરા અને પ્રિઝર્વ્ડ શાકભાજી મોંધા થશે. સાથે જ સેલ ફોન, આયુર્વેદિક દવાઓ, ફ્રોઝન મીટ, માખણ જેવી વસ્તુઓ પર 12 ટકા જીએસટી લાગશે.

WHAT OTHERS ARE READING
English summary
The goods and services tax (GST) is expected to reduce prices by eliminating multiple levies, but could some goods become costlier?
Please Wait while comments are loading...