For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRIsને ભારતમાં પાનકાર્ડની જરૂર ક્યારે પડે છે?

|
Google Oneindia Gujarati News

જો આપ નોન રેસિડન્ટ ઇન્ડિયન (એનઆરઆઇ - NRI)હોવ અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ના કરતા હોવ તો જરૂરી નથી કે આપની પાસે પાન કાર્ડ (PAN Card) હોય. આનો અર્થ એ થયો કે ભારતમાં જો આપના આવક કરપાત્ર નથી તો આપે પાન કાર્ડ રાખવાની પણ જરૂર નથી. પાન કાર્ડ નહીં હોવાથી NRIsને ખાસ ફેર પડતો નથી. પરંતુ પાન કાર્ડ નહીં હોવાને પગલે આપ ભારતમાં કોઇ પણ પ્રકારનું એકાઉન્ટ ખોલાવતા કે આર્થિક વ્યવહારો કરવામાં અડચણ અનુભવશો.

અમે અહીં NRIs માટે ક્યાં પાનકાર્ડ અનિવાર્ય છે તેની વિગતો આપી રહ્યા છીએ...

pan-card-1

1. શેર્સના ખરીદ વેચાણ સમયે
ભારતમાં શેરના ખરીદ વેચાણ માટે NRIsએ ટ્રેડિંગ એકાઉન્ટ અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ખોલાવવી જરૂરી છે. આ એકાઉન્ટ બ્રોકર્સ ત્યારે જ ખોલી શકે છે જ્યારે તેમની પાસે પાનકાર્ડ સહિતના પુરતા દસ્તાવેજો હોય. આનો અર્થ એ થયો કે પાનકાર્ડ વિના NRIs ભારતમાં શેરોનું ખરીદ વેચાણ કરી શકતા નથી.

2. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા NRIs માટે પાનકાર્ડ જરૂરી
શેર્સની જેમ NRIsએ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડનું ખરીદ વેચાણ કરવું હોય તો પાન કાર્ડ જરૂરી છે.

3. પ્રોપર્ટી ખરીદવા માટે પાનકાર્ડની જરૂર
ભારતમાં NRIsએ પ્રોપર્ટી ખરીદવા માટે પાનકાર્ડની જરૂર પડે છે.

આ કારણોથી એમ કહી શકાય કે ભારતમાં ભલે NRIsની આવક કરપાત્ર ના હોય, પરંતુ અન્ય કાર્યો કરવા માટે તેમણે પાનકાર્ડ મેળવવું જરૂરી છે.

ભારતમાં પાન કાર્ડ મેળવવું અઘરું નથી. ભારતમાં વાર્ષિક રૂપિયા 2,50,000 સુધીની આવક ધરાવતા લોકોએ આવકવેરો ભરવો પડતો નથી.

English summary
When would NRIs need a PAN Card in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X