For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક ડિપોઝિટમાંથી કોર્પોરેટ ડિપોઝિટમાં શા માટે રોકાણ કરવું જોઇએ?

|
Google Oneindia Gujarati News

સરકારના દબાણને પગલે બેંકોના વ્યાજદરોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મહત્વની બાબત એ છે કે આ ઘટાડો અત્યંત ઝડપથી થઇ રહ્યો છે. ખાનગી ક્ષેત્રોની બેંકોમાં વ્યાજ દર 9 ટકાની અંદર જતા રહ્યા છે. જ્યારે પબ્લિક સેક્ટરની બેંકોમાં અંદાજે 9 ટકા વ્યાજ મળી રહ્યું છે. હવે જો આપ આ ડિપોજિટ્સના ત્રિમાસિક વળતરની ગણતરી કરશો તો તે કોર્પોરેટ ડિપોઝિટ્સ જેટલું જ થશે.

કંપની ડિપોઝિટ્સ આજે પણ આપને 10.25 ટકા જેટલું વ્યાજ આપી શકે છે. આ કારણે ધીરે ધીરે કંપની ડિપોઝિટ્સમાં રોકાણનું આકર્ષણ વધી રહ્યું છે. કારણ કે આ વ્યાજ વધારે 1 ટકા જેટલો વધારે છે.

investment-8

ઉદાહરણ તરીકે સરકારના પીઠબળવાલી બેંક ડિપોઝિટ્સ જેવી કે કેરાલા રોડ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન વ્યક્તિગત રીતે 25 લાખથી વધારે રોકાણ હોય તો 10.25 ટકાનો વ્યાજદર આપે છે. જ્યારે 25 લાખથી ઓછું રોકાણ કરવામાં આવ્યું હોય તો 10 ટકાનો વ્યાજદર મળે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 9.75 ટકા વ્યાજ આપે છે. આ રોકાણ ત્રણ વર્ષ માટે કરવું જરૂરી છે. જો આપ બ્રોકર સાથે વાત કરો તો તેના કમિશનમાંથી પણ ભાગ મેળવી શકો છો. આમ કરવાથી આપનું વળતર વધશે. આ કંપનીને પણ AAA રેટિંગ પ્રાપ્ત છે.

જો કે વધારે વ્યાજ જોઇને કંપની ડિપોઝિટમાં રોકાણ કરતા પહેલા એક વાત જાણી લેવી જોઇએ કે કંપનીની ડિપોઝિટ બેંક ડિપોઝિટની જેમ સુરક્ષિત હોતી નથી. આગામી સમયમાં થોડા મહિનાઓ માટે કંપનીઓ વધારે વ્યાજ આપવાનું ચાલુ રાખે તેવી સંભાવના છે.

English summary
Why You Should Move Away From Bank Deposits to Corporate Deposits?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X