For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 જુલાઇ સુધી આ કામ નહીં કરો, તો પાનકાર્ડ થશે ગેરકાનૂની?

જાણો કેમ 1 જુલાઇ પહેલા આધાર કાર્ડ અને પાનકાર્ડનું લિંક અપ કરાવવું જરૂરી છે. વિગતવાર વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

જો તમારી પાસે પાનકાર્ડ નંબર છે તો તમારા માટે આ સમાચાર છે મહત્વના. કેન્દ્ર સરકારે 1 જુલાઇ 2017થી તમામ પાનકાર્ડ ગ્રાહકોને તેમનું પાનકાર્ડ આધાર સાથે લિંક કરવાનો આદેશ આપ્યો છે. જો તમે તેમ નહીં કરો તો તમારું પાનકાર્ડ ગેરકાનૂની માનવામાં આવશે. જો કે પાનકાર્ડમાં નામના કારણે લોકો પોતાના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેના કારણે મોટી સંખ્યામાં પાનકાર્ડમાં સુધારની અરજી મોકલવામાં આવી રહી છે.

સ્પેલિંગમાં ભૂલ

સ્પેલિંગમાં ભૂલ

જો નામના સ્પેલિંગને લઇને તમે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરી શકતા. તો તેવામાં પાનકાર્ડ અને આધાર કાર્ડ બન્નેમાં તમારા નામની સ્પલિંગ એક હોવી જરૂરી છે. તેવામાં તમારે આ માટે અરજી કરવી પડશે.

પાનકાર્ડ

પાનકાર્ડ

જો તમે પાનકાર્ડમાં નામ બદલવાનું વિચારી રહ્યા હોવ તો તે માટે તમારે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને એક અરજી કરી શકો છો. આ માટે ઇનકમ ટેક્સની વેબસાઇટ પર આપેલી લિંક દ્વારા પણ તમે તમારું નામ અને જન્મ તારીખ બદલી શકો છો.

આધારમાં ફેરબદલ

આધારમાં ફેરબદલ

જો આધાર કાર્ડમાં તમે સુધારો કરવા ઇચ્છતા હોવ તો આ માટે યુઆઇડીના જરૂરી દસ્તાવેજો સાથે તમારે અરજી કરવી પડશે. વધુમાં તમે ઓનલાઇન પણ યુઆઇડીની વેબસાઇટ દ્વારા ઓનલાઇન આ કામ કરી શકો છો.

1 જુલાઇ છેલ્લી તારીખ

1 જુલાઇ છેલ્લી તારીખ

આ માટે 1 જુલાઇ છેલ્લી તારીખ છે. જ્યાં સુધી તમે તમારા આધારને પાન કાર્ડ સાથે લિંકઅપ કરાવી શકો છો. નોંધનીય છે કે ટેક્સ કલેક્શન વધારવા માટે ઇનકમ ટેક્સના રિટર્ન દાખલ કરવા માટે પણ આધાર કાર્ડ અને પાનકાર્ડનું લિંક હોવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. તો તમે આ કામ 1 જુલાઇ પહેલા ચોક્કસથી કરી લેજો.

Read also : How To: કેવી રીતે ઓનલાઇન આધારની નામની ભૂલો ઠીક કરવીRead also : How To: કેવી રીતે ઓનલાઇન આધારની નામની ભૂલો ઠીક કરવી

English summary
The number of applications submitted for correction of names PAN cards have seen a significant jump in recent weeks. This is because the government has set a deadline of July 1, 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X