For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટફોન બેટરી બેકઅપ વધારે તેવી 10 શ્રેષ્ઠ ટિપ્સ

By Super
|
Google Oneindia Gujarati News

ભારત અને વિશ્વ ભરમાં સ્માર્ટફોનની માંગ ઘણી વધી છે. મોટાભાગના મોબાઇલ ફોન વપરાશકર્તાના હાથમાં આપણને સ્માર્ટફોન જોવા મળી જશે. પરંતુ આ સાથે એક એ સમસ્યા પણ સ્માર્ટફોન વાપરતા લોકોને ઘણી પરેશાન કરતી હોય છે અને એ છે બેટરીનો વધુ પડતો વપરાશ. સ્માર્ટફોનમાં એપ્લીકેશન બેકગ્રાઉન્ડમાં ચાલું રહેતી હોવાના કારણે બેટરીનો ઘણો વપરાશ થાય છે. જેથી તેને વારંવાર ચાર્જ કરવાની સમસ્યા અનેક સ્માર્ટફોન ઉપભોક્તાને કનડતી હોય છે.

ત્યારે આજે અમે અહીં એવી જ કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ કે, જે તમારી આ સમસ્યાને મહદંશે ઓછી કરશે. આ વખતે અમે ખાસ બેટરી બેકઅપ ટિપ્સ આપી રહ્યાં છે, જે તમને સ્માર્ટફોનમાં બેટરીનો વપરાશ ઓછો કેવી રીતે કરવો તે જણાવશે, તો ચાલો તસવીરો થકી જાણીએ આ 10 ટિપ્સને.

ઓટોમેટિક બ્રાઇટનેસ

ઓટોમેટિક બ્રાઇટનેસ

તમને જાણીને આશ્ચર્ય થશે કે હાઇઇંડ સ્માર્ટફોન, જેમ કે, આઇફોન, સેમસંગ, ગેલેક્સી એસ3, એલજી 2માં આપવામાં આવેલી સ્ક્રીન 50 ટકા બેટરી આખા દિવસમાં ખર્ચ કરી નાખે છે, તેનુ કારણ સ્ક્રીનમાં વધુ પડતું બ્રાઇટનેસ સેટ કરીને રાખવાનું છે. આ માટે તમે હંમેશા તમારા ફોનમાં ઓટોમેટિક બ્રાઇટનેસ ઓપ્શનને સિલેક્ટ કરીને રાખો જેથી સ્ક્રીન પોતાની જાતે ફોનનો ઉપયોગ નહીં હોય ત્યારે સ્ક્રીન પર બ્રાઇટનેસ ઓછી કરી દેશે.

ઇમેલ

ઇમેલ

સ્ક્રીન બાદ નંબર આવે છે, ઓટોમેટિક મેઇલનો. આપણે આપણા ફોનમાં મેઇલને હંમેશા ઓન રાખીએ છીએ, જે આપણા ફોનની ઘણી બેટરીને ખર્ચ કરી નાખે છે. ફોનમાં હંમેશા મેઇલ ઓન ના રાખો, જ્યારે જરૂર હોય ત્યારે મેઇલ ઓન કરો અને ચેક કર્યા બાદ તેને બંધ કરી દો.

એપ્લીકેશન મેનેજ કરો

એપ્લીકેશન મેનેજ કરો

તમારા ફોનમાં રન કરી રહેલી કારણ વગરની એપ્લીકેશનને બંધ કરી દો કારણ કે તે બેકગ્રાઉન્ડમાં વધુ બેટરીનો ઉપયોગ કરતી હોય છે.

ટાઇમ અપ

ટાઇમ અપ

તમારા ફોનની સ્ક્રીનમાં આપવામાં આવેલા ટાઇમ આઉટને ઓછો કરી દો, જેથી સ્ક્રીન ઓછી બેટરી બેકઅપ ખર્ચ કરશે.

વાઇફાઇ અને બ્લુટૂથ

વાઇફાઇ અને બ્લુટૂથ

મોર્ડન ટેક્નિકના નવા પોનમાં વાઇફાઇ અને બ્લુટૂથ બન્ને ઓપ્શન હવે નોર્મલ થઇ ગયા છે, પરંતુ આ બન્ને ઓપ્શન ઘણી બેટરી ખાઇ છે. તેથી તેને હંમેશા ઓફ રાખો અને જરૂર હોય ત્યારે જ ઓન કરો અને પછી ઓફ કરી દો.

ફ્લાઇટ મોડ

ફ્લાઇટ મોડ

જો તમે તમારા ફોનની બેટરી બેકઅપને સેવ કરવાની સાથે થોડા રિલેક્સ થવા માગો છો તો આ માટે તમારા ફોનને ફ્લાઇટ મોડમાં સેટ કરી દો.

બેકગ્રાઉન્ડ એપ્લીકેશન

બેકગ્રાઉન્ડ એપ્લીકેશન

સ્માર્ટફોનમાં આપણે જે પણ એપ્લીકેશનને એકવાર ખોલીએ છીએ, તેને જો બંધ કરવામાં ના આવે તો તે બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરે છે, જે ઘણી બેટરી ખર્ચ કરે છે. તેથી તમે તમારા હોમપેજમાં જઇને એવી તમામ એપ્લીકેશનને અનઇન્સ્ટોલ અથવા તો બંધ કરી દો.

જીપીએસ

જીપીએસ

જીપીએસને બંધ કરી દો એપણ ઘણી બેટરી ખર્ચ કરે છે. તેથી જ્યાં ફોનને ચાર્જ કરવાની સુવિધાના હોય ત્યાં જીપીએસને બંધ રાખો, માત્ર ઇમરજન્સીમાં જ તેનો ઉપયોગ કરો.

English summary
10 battery boosting tips the android smartphones news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X