For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલામના જીવનની 10 રસપ્રદ ઘટનાઓ, જે આપના માટે બનશે પથદર્શક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: સ્વર્ગીય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવું વ્યક્તિત્વ હતા જેને ભૂલાવી શકવું અસંભવ છે. કલામ માત્ર એક વૈજ્ઞાનિક ન્હોતા પરંતુ તેઓ એક લેખક, રાજનેતા, સમાજસેવી પણ હતા. કલામનું બાળકો પ્રત્યે જે લગાવ હતો તે કોઇનાથી પણ છૂપાયો નથી. અબ્દુલ કલામ બાળકોની વચ્ચે આટલા લોકપ્રિય છે જેનું મુખ્ય કારણ હતું, બાળકોની વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવો કલામ સાહેબ ખુદ બાળકોને પત્ર લખીને વાર્તાલાપ કરતા હતા.

એટલું જ નહીં કલામ સાહેબ જે રીતે પોતાની સાથે કામ કરનારા લોકો પ્રત્યે પોતાનું બધું જ સમર્પિત કરતા હતા. કલામ સાહેબે દેશને વર્ષ 2020 સુધી એક વિકસિત દેશના રૂપમાં સ્થાપિત કરવાનું સપનું જોયું હતું. પરંતુ આ સપના પાછળ કલામ સાહેબના જીવન સાથે જોડાયેલ પ્રેરણાદાયી ઘટનાઓ જે આપને હંમેશા તેમના પદચિહ્નો પર ચાલવા માટે પ્રેરિત કરશે.

આવો જોઇએ કલામના જીવનની 10 પ્રેરણાદાયી ઘટનાઓ...

પોતાના સબઓર્ડિનેટના બાળકોને પ્રવાસ લઇ ગયા

પોતાના સબઓર્ડિનેટના બાળકોને પ્રવાસ લઇ ગયા

થુંબામાં પોતાની સાથે કામ કરતા કર્મચારીઓના બાળકોને કલામ સાહેબ પ્રદર્શની બતાવવા માટે લઇ ગયા હતા, કારણ કે કર્મચારીઓએ તેમના બાળકોને ક્યાંક ફરવા લઇ જવાનું વચન આપ્યું હતું, પરંતુ કામની વ્યસ્તતાના કારણે ભૂલી ગયો હતો.

પાયલટના ઇંટરવ્યુમાં ફેઇલ થયા તો બન્યા વૈજ્ઞાનિક

પાયલટના ઇંટરવ્યુમાં ફેઇલ થયા તો બન્યા વૈજ્ઞાનિક

અબ્દુલ કલામ પાયલટ બનવા માંગતા હતા પરંતુ દેહરાદૂન એરફોર્સ એકેડેમીમાં થોડા માર્ક્સ ઓછા મળવાના કારણે તેમની પસંદગી થઇ શકી નહી અને તે મિસાઇલમેન બની ગયા. હારથી પણ હાર ન્હોતા માનતા કલામ સાહેબ.

રાષ્ટ્રપતિની ખુરશી પર બેસવાની ના કહી દીધી હતી

રાષ્ટ્રપતિની ખુરશી પર બેસવાની ના કહી દીધી હતી

આઇઆઇટી વારાણસીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કલામ સાહેબે તેમના માટે અન્યો કરતા મોટી ખુરશી પર બેસવાનો ઇનકાર કરી દીધો હતો.

બાળકને જાતે લખીને મોકલ્યું હતું ગ્રીટિંગ કાર્ડ

બાળકને જાતે લખીને મોકલ્યું હતું ગ્રીટિંગ કાર્ડ

કલામ સાહેબનું નામ નારાયણ નામના વિદ્યાર્થીએ જ્યારે તેમને સ્કેચ બનાવીને મોકલ્યું તો કલામ સાહેબે ખુદ હાથે લખીને તે બાળકને સરપ્રાઇઝ આપ્યું હતું.

રાષ્ટ્રપતિ બન્યા બાદ દાન કરી દીધી સંપતિ

રાષ્ટ્રપતિ બન્યા બાદ દાન કરી દીધી સંપતિ

અબ્દુલ કલામે રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાની તમામ જમાપૂંજી એક એનજીઓને દાન કરી દીધી હતી. એટલું જ નહીં તેમણે પોતાની આખી સેલરી પણ દાન કરી દીધી હતી.

ચકલીઓ માટે તુટેલો કાચ લગાવવાની ના પાડી

ચકલીઓ માટે તુટેલો કાચ લગાવવાની ના પાડી

ડીઆરડીઓમાં કામ કરતી વખતે ચકલીઓ અને અન્ય પક્ષીઓ ઇજાગ્રસ્ત ના થાય એટલા માટે તેમણે ફરતે દિવાર પર કાચના તૂકડા લગાવવાની ના કહી દીધી હતી.

કલામની અપીલથી તૂટ્યો રેકોર્ડ

કલામની અપીલથી તૂટ્યો રેકોર્ડ

લખનઉમાં રાષ્ટ્રીય પુસ્તક મેળામાં કલામ સાહેબે બાળકોને પોતાના ઘરમાં એક નાનકડી લાયબ્રેરી બનાવવાની અપીલ કરી જેના કારણે તે દિવસે પુસ્તક મેળામાં રેકોર્ડ બ્રેક 3 કરોડ રૂપિયાથી પણ વધારે પુસ્તકો વેચાઇ ગયા હતા.

કેબિનેટ મંત્રી બનવાનો કર્યો ઇનકાર

કેબિનેટ મંત્રી બનવાનો કર્યો ઇનકાર

1998માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ કલામ સાહેબને મંત્રી મંડળમાં સામેલ થવા માટે જણાવ્યું હતું, પરંતુ વિશેષ પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાના કારણે કલામ સાહેબે મંત્રી બનવાનો ઇનકાર કરી દીધો હતો.

બાળપણમાં વેચતા હતા અખબાર

બાળપણમાં વેચતા હતા અખબાર

કલામ સાહેબ ગરીબ પરિવારથી હતા, એવામાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે અને પરિવારને મદદરૂપ થવા માટે તેઓ પેપર વેચતા હતા.

પહેલા અવિવાહિત રાષ્ટ્રપતિ હતા કલામ

પહેલા અવિવાહિત રાષ્ટ્રપતિ હતા કલામ

કલામ સાહેબ એકમાત્ર દેશના એવા રાષ્ટ્રપતિ હતા જે વિવાહિત ન્હોતા.

કલામ સાહેબની આંખો અને આપની દોઢ મિનિટ

પરિવર્તન દેખાશે.. તેમનું આ સપનું આપણે સાથે મળીને પુરુ કરવાનું છે. કલામ સાહેબની આંખો અને આપની દોઢ મિનિટ...જુઓ વીડિયો...

English summary
10 most interesting stories and facts about former Late president APJ Abdul Kalam. His stories are filled with great inspirations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X