For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: આ 10 વાતો જાણીને આપ પણ કહેશો કમાલ હતા કલામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જુલાઇ: તેમનું નામ ભલે એપીજે અબ્દુલ કલામ હતું, પરંતુ તેઓ ખુદ કમાલ હતા. 85 વર્ષની ઉંમરમાં પણ તેમનામાં યુવાનો જેવો જોશ હશો. કમાલની સ્ફૂર્તિ, જોશ અને હિંમત હતી તેમનામાં. જે પ્રકારે તેમણે પોતાના જીવનમાં સફળતા મેળવી તે હંમેશા સૌના પ્રેરણાસ્ત્રોત બની રહેશે. કલામ દરેક સ્તર પર દરેક પ્રકારના લોકો માટે પ્રેરણા બની રહ્યા છે.

તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા, જે રાષ્ટ્રપતિ બન્યા પહેલા ભારત રત્ન બન્યા. જે રીતે તેમણે આ યાત્રા પૂરી કરી, તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમની આ 10 વાતો આપને ક્યારેય નિરાશ નહીં થવા દે. તેમના આ કથનો આપને જોશથી ભરી દેશે. કહી શકાય છે કે પોતાના આ 10 કથનોના કારણે કલામ હંમેશાથી આપના દિલમાં જીવીત રહેશે.

આવો જાણીએ અબ્દુલ કલામના 10 પ્રેરણાદાયક કથનોને....

કમાલના કલામ

કમાલના કલામ

'સપના એ નથી જે આપ ઊંઘમાં જુવો છો, સપના તો એ છે જે આપને ઊંઘવા ના દે.'

સપના જોવા જરૂરી

સપના જોવા જરૂરી

સપના સાચા કરવા માટે સપના જોવા જરૂરી છે.

મહાન સપના

મહાન સપના

મહાન સપના જોનારાઓના સપના હંમેશા શ્રેષ્ઠ હોય છે.

સાહસ કરો

સાહસ કરો

અલગ રીતે વિચારવાનું સાહસ કરો, નિર્માણનું સાહસ કરો, અજાણ્યા પથ પર ચાલવાનું સાહસ કરો, અસંભવને શોધવાનું સાહસ કરો અને સમસ્યાઓને જીતો અને સફળ બનો. આ એ મહાન ગુણ છે, જેની દિશામાં આપ ચોક્કસ કામ કરો.

ભ્રષ્ટાચાર મુક્ત દેશ

ભ્રષ્ટાચાર મુક્ત દેશ

જો એક દેશને ભ્રષ્ટાચાર મુક્ત થવું હોય તો આપણા સમાજમાં ત્રણ એવા લોકો છે જે આવું કરી શકે છે- માતા, પિતા અને શિક્ષક.

મુશ્કેલીઓનો સામનો

મુશ્કેલીઓનો સામનો

મનુષ્યએ મુશ્કેલીઓનો સામનો કરવો જરૂરી છે કારણ કે સફળતા માટે તે જરૂરી છે.

સફળતાની ચાવી અસફળતા

સફળતાની ચાવી અસફળતા

જ્યારે આપણે અડચણોનો સામનો કરીએ છીએ તો મેળવીએ છીએ કે આપણી અંદર સાહસ અને લચીલાપણું છે, જેની આપણને ખુદને જાણકારી ન્હોતી અને તે ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે અસફળ હોઇએ છીએ. જરૂરીયાત છે કે આપણે તેને તલાશીએ અને જીવનમાં સફળ બનીએ.

મહેનતુને મદદ કરે છે ભગવાન

મહેનતુને મદદ કરે છે ભગવાન

ભગવાન તેની જ મદદ કરે છે જે ઘણી મહેનત કરે છે. આ સિદ્ધાંત સ્પષ્ટ થવો જોઇએ.

હાર ના માનવી જોઇએ

હાર ના માનવી જોઇએ

આપણે હાર ના માનવી જોઇએ અને સમસ્યાઓને આપણી પર હાવી ના થવા દેવી જોઇએ.

આપણી આજ કુર્બાન કરીએ

આપણી આજ કુર્બાન કરીએ

ચાલો આપણે આપણી આજ કુર્બાન કરીએ જેનાથી આપણા બાળકોને ખૂબ જ સારી આવીકાલ આપી શકીએ.

English summary
APJ Abdul Kalam, or fondly known as the “Missile Man of India” left for his heavenly abode today. But Here are 10 of his best quotes that will forever inspire us and generations to follow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X